ખાનગી સિક્યોરિટી કંપનીનાે કર્મચારી ૪.૪૨ લાખ લઈ ફરાર

અમદાવાદ: નવરંગપુરાના મીઠાખળી છ રસ્તા પાસે આવેલી SIS સિક્યોરિટી કંપનીના કર્મચારી વિરુદ્ધ છેતરપિંડીની ફ‌િરયાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. કર્મચારીએ કંપનીના ગ્રાહકના રૂ.૪.૪ર લાખ બેન્કમાં ન ભરતાં કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે ફ‌િરયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરી છે.

મળતી મહિતી મુજબ નવરંગપુરાના મીઠાખળી છ રસ્તા પાસે આવેલી SIS પ્રો‌િસજર હોલ્ડિંગ્સ પ્રા. લિ. નામની સિક્યોરિટી કંપની, જે બેન્ક વતી કેશની લેવડ-દેવડનું કામ કરે છે તેમાં ચાંદખેડાના વિસત નજીક રહેતા રમેશભાઇ ડામોર કેશ ઓપરે‌િટંગ એ‌િક્ઝક્યુટિવ તરીકે નોકરી કરતા હતા.

૮ જાન્યુઆરી, ર૦૧૬ના રોજ રમેશભાઇ ગનમેન આઇ.જી.રાજપૂત અને ડ્રાઇવર નાગજી રબારી સાથે કેશ લેવા ગાડી લઇ પાલડી ખાતે નલ્લી શો-રૂમ ખાતે ગયા હતા, જ્યાંથી રૂ.૪.૪ર લાખ લઇ ‌િસ્લપ આપી કુલ ૭ જગ્યાએથી પૈસા લીધા હતા. એક ગ્રાહકના પૈસા HDFC ઉસ્માનપુરા બેન્કમાં જમા કરાવી પાંચ ગ્રાહકના નવરંગપુરા ખાતે જમા કરાવ્યા હતા.

૧પ દિવસ બાદ બેન્ક દ્વારા કંપનીને જાણવા મળ્યું હતું કે નલ્બી શો-રૂમના રૂ.૪.૪ર લાખ બેન્કમાં જમા કરાવ્યા નથી. આ બાબતે રમેશભાઇને પૂછતાં તેઓએ આ અંગે કંઇ જાણતા ન હોવાનું જણાવ્યું હતું. આ અંગે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ મેનેજર વિજય વર્માએ ફ‌િરયાદ આપતાં  પોલીસે આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like