શહેરની ખાનગી શાળાઅોના ૧૨૫ શિક્ષકને બોર્ડની નોટિસ

અમદાવાદ: ધો.૧ર સાયન્સની ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી માટે શિક્ષણ બોર્ડે આદેશ કરવા છતાં અમદાવાદની ખાનગી શાળાઓના ૧રપ સહિત ૩૧૬૪ શિક્ષકો ગેરહાજર રહેતાં આ તમામ શિક્ષકોને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. ખાનગી શાળાના આ શિક્ષકોએ દસ દિવસમાં તેમના ગેરહાજર રહેવા અંગે ખુલાસો કરવો પડશે. ત્યારબાદ રૂબરૂમાં તેમનું હિય‌િરંગ થશે અને ત્યારબાદ શિક્ષકો અને શાળાઓ ઉપર શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાશે, જેમાં શિક્ષકની સર્વિસ બુકમાં નોંધ લખાવા સહિત ઇ‌િન્ક્રમેન્ટ રોકવા સુધીનાં પગલાં લેવાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષકોને પરીક્ષા પૂરી થયા બાદ ઉત્તરવહીના મૂલ્યાંકન બાબતે કામગીરી માટેના આદેશ કરાયા હતા તેમ છતાં ૧ર સાયન્સ અમદાવાદના ૧રપ સહિત કુલ ૩૧૬૪ શિક્ષકો ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરીમાં લેખિત જાણ કર્યા વગર ગેરહાજર રહ્યા હતા, જેના કારણે તમામને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસના જવાબ બાદ તમામનું ગાંધીનગર ખાતે હિય‌િરંગ રાખવામાં આવશે. ગેરહાજર શિક્ષકોમાં સૌથી વધુ શિક્ષકો અંગ્રેજી વિષયના છે, જ્યારે સંસ્કૃતના સૌથી ઓછા છે. અન્ય વિષયમાં કે‌િમસ્ટ્રીના પ૯૬, ગણિતના પ૬પ અને બાયોલોજીના પપ૦ શિક્ષકોનો સમાવેશ થાય છે. ગેરહાજર શિક્ષકોના હિય‌િરંગ બાદ નિયમ અનુસાર શિક્ષાત્મક પગલાં લેવાશે.

આ અંગે પરીક્ષા સચિવ ભરત કૈલાએ જણાવ્યું હતું કે ગત વર્ષે ૮૩ જેટલા શિક્ષકો ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી શાળા સંચાલક મંડળને સોંપવામાં આવી હતી.  અન્ય કેસોમાં સર્વિસ બુકમાં નોંધ કરવાથી લઇ ઇ‌િન્ક્રમેન્ટ રોકવા સુધીની સજા કરવામાં આવે છે. સજા અંગેની બાબત જે તે સંચાલક મંડળને સોંપી દેવામાં આવે છે. તેથી મંડળ જ આગળની કાર્યવાહી સંભાળી લે છે. ગત વર્ષના આવા કિસ્સામાં હાલમાં કોર્ટ મેટર ચાલે છે, જેથી ચોક્કસ આંક કહી શકાય તેમ નથી.
http://sambhaavnews.com/

You might also like