લીબિયામાં ભારે હિંસા, 400 કેદીઓ જેલમાંથી ફરાર

લીબિયાની રાજધાની ત્રિપોલી સ્થિત એક જેલમાં ગયા રવિવારનાં રોજ થયેલા જોરદાર સંઘર્ષ બાદ અંદાજે 400 કેદી ફરાર થઇ ગયાં છે. પોલીસે ફરાર કેદીઓનાં ગુનાઓ વિશે કોઇ વિગતવાર આપ્યાં વગર કહ્યું,”કેદી દરવાજો તોડીને ફરાર થવામાં સફળ થઇ ગયાં.”

વિરોધી મિલીશિયાઓની વચ્ચે શરૂ રહેલા સંઘર્ષ એન જારા જેલ સુધી ફેલાયા બાદ આ ઘટના સર્જાઇ. નિવેદનમાં એવું કહેવામાં આવ્યું કે સુરક્ષાકર્મી, કેદીઓને ફરાર થવાથી કોઇ રોકી ના શક્યું કેમ કે તેઓને પોતાનાં જીવનો ભય હતો. પોલીસનાં એક વરિષ્ઠ અધિકારી સાથે સંપર્ક કરવામાં આવ્યો પરંતુ તેઓ કોઇ જ જાણકારી આપી ન શક્યાં.

ફરાર થનારા મોટા ભાગનાં કેદી અથવા તો સામાન્ય ગુનેગારોને માટે દોષી ઠેરવવામાં આવ્યાં હતાં અથવા તો તેઓ પૂર્વ તાનાશાહ મોઅમ્મર કજ્જાફીનાં સમર્થક હતાં. કજ્જાફીને 2011માં થયેલ આ વિદ્રોહ દરમ્યાન હત્યાઓને લઇ દોષી સાબિત કરાયા હતાં કે જે તેઓનાં શાસનની વિરૂદ્ધ થયું હતું.

સ્વાસ્થ્ય મંત્રાલયનાં એક આંકડા અનુસાર ત્રિપોલીનાં દક્ષિણી ઉપનગરીય ક્ષેત્રોમાં સોમવારનાં વિરોધી મિલીશિયાની વચ્ચે થયેલા સંઘર્ષમાં ઓછામાં ઓછાં 39 લોકો મૃત્યુ પામ્યાં છે અને અંદાજે 100 લોકો ઘાયલ થયાં છે.

You might also like