કેદીએ પોલીસ ભરતી માટેના ફિઝિકલ ટેસ્ટમાં ભાગ લીધો

કુરુક્ષેત્ર: પોલીસ ભરતી દરમિયાન દોડમાં ગઈ કાલે અહીં એક અલગ જ નજારો જોવા મળ્યો. સવારે લગભગ ૮.૦૦ વાગ્યે ત્રણ પોલીસ કર્મચારીઓ હાથકડી લગાવીને કાચા કામના કેદીને લઈને ઉમરી રોડ પહોંચ્યા. પોલીસવાળાઓએ હાથકડી ખોલી દીધી અને કેદી ભાગવા લાગ્યો. આ કેદી પોલીસ ભરતીના ફિઝિકલ ટેસ્ટમાં ભાગ લઈ રહ્યો છે.

હત્યાની કોશિશમાં કલમ-૩૦૭ હેઠળ લગભગ સવા મહિનાથી સોનેપત જેલમાં બંધ જિતેન્દ્ર પોલીસ ભરતીના ફિઝિકલ સ્ક્રીનિંગમાં ભાગ લેવા આવ્યો હતો. આગળ બે રાઈડર હતા અને પાછળ એક પીસીઆર વાન હતી. આવી સિક્યોરિટીમાં જિતેન્દ્રએ ૨૩ મિનિટમાં પાંચ કિ.મી.ની દોડ કરી. તે આગલા ફેઝ માટે ક્વોલિફાઈડ થયો. જિતેન્દ્રના પિતા સુરેન્દ્રસિંહ પણ હરિયાણા પોલીસમાં હતા.

જેલ એડમિનિસ્ટ્રેશનની પરમિશન લઈને જિતેન્દ્રએ પોલીસ ભરતીમાં અરજી કરી હતી. ૫૦૦૦ જગ્યાઓ માટે ૬.૫ લાખ ઉમેદવારોએ અરજી કરી હતી. ભરતીમાં સામેલ સો‌િનપતના ઘનાના ગામનો ૨૩ વર્ષનો જિતેન્દ્ર પણ ઉમેદવાર હતો. તેણે એસપી સિમરદીપસિંહને પહેલાં પૂછપરછ કરી, પછી તેને ચેતવણી સાથે દોડવાની પરવાનગી અપાઈ. તે ભાગવાની કોશિશ કરે તો પોલીસને ગોળી મારવાની પણ છૂટ હતી. પોલીસે તેના રનિંગની વીડિયોગ્રાફી પણ કરાવી.

You might also like