કથાકારનાં કપડાં પહેરી કેદી જેલમાંથી ફરાર!

અમદાવાદ: રાજકોટની જેલમાં યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમ બાદ રીઢો ગુનેગાર કથાકારનાં કપડાં પહેરી જેલમાંથી સિફતપૂર્વક નાસી છૂટતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.  આ અંગેની વિગત એવી છે કે રાજકોટની જેલમાં છેલ્લા કેટલાક વખતથી અપહરણ સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલ રમેશ મનસુખ હીદડ નામનો ગુનેગાર સજા ભોગવતો હતો. દરમિયાનમાં ગઇ કાલે વૈદિક સંસ્થાના કાર્યકરો દ્વારા જેલમાં કથા સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાચા અને પાકા કામના કેદીઓ હાજર રહ્યા હતા. ધાર્મિક કાર્યક્રમ પૂરો થયા બાદ વૈદિક સંસ્થાના કાર્યકરો જેલની બહાર નીકળ્યા ત્યારે રીઢાે ગુનેગાર રમેશ પણ કથાકારનાં કપડાં પહેરીને જેલ સત્તાવાળાઓની નજર ચૂકવી જેલમાંથી ફરાર થઇ ગયો હતો. આ ઘટનાને પગલે આરોપીને પકડી પાડવા ચોતરફ નાકાબંધી કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેનો કોઇ પત્તો મળ્યો નથી.

You might also like