કેદીઓએ ગણેશ ભગવાનની ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી

અમદાવાદ :અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલના સાત કેદીઓએ ભગવાન ગણેશજીની 108 જેટલી ઇકોફ્રેન્ડલી મૂર્તિ બનાવી છે. સાબરમતી જેલના સત્તાધીશો અને નવજીવન ટ્રસ્ટના સહયોગથી જેલના સાત કેદીઓએ છેલ્લા બે મહિનાની મહેનત કરીને ગણેશજીની મૂર્તિઓ તૈયાર કરી છે. કેદીઓ દ્વારા બનવવામાં આવેલી ગણેશજીની આ સુંદર મૂર્તિઓ જાહેરજનતાના વેચાણ માટે નવજીવન ટ્રસ્ટ ખાતે મુકવામાંઆવશે, જેથી જાહેરજનતા તેમની મૂર્તિ ખરીદીને કેદીઓને એક અનોખું પ્રોહત્સાન પૂરું પાડી શકે છે . જ્યારે જેલના કેદીઓ દ્વારા બનવવામાં આવેલી મૂર્તિઓનું આજે અનોખું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

આ અંગે સાબરમતી જેલ સુપ્રિટેન્ડન્ટ પ્રેમવીરસીંગ અને નવજીવન ટ્રસ્ટ ના મેનેજીગ ટ્રસ્ટી વિવેક દેસાઇ જણાવ્યું કે, સાબરમતી જેલના સાત કેદી ગણેશ પન્નાભાઇ ભાટી, રાજેશ રામરાજ પાચી, કૈલાસ સીતારામ, મહેન્દ્ર નારાણભાઇ, ધર્મેન્દ્ર રતન સિંહ, અમરાભાઇ મગનભાઇ,નારાયણ કાનજીભાઇએ બે મહિનાની મહેનત બાદ ગણેશ ભગવાનની 108 ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી છે. કેદીઓ દ્વારા બનવવામાં આવેલી મૂર્તિઓ માટીથી બનાવેલી છે. આ મૂર્તિઓ બનાવવા માટે કાચી માટી અને જે પણ કલર વાપરવામાં આવ્યા છે તેના માટે નવજીવન ટ્રસ્ટ દ્વારા 1.55 લાખનો ચેક આપવામાં આવ્યો હતો.

અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલના સાત કેદીઓએ ભગવાન ગણેશજીની 108 જેટલી ઇકોફ્રેન્ડલી મૂર્તિ 25મી જુલાઈના રોજથી જાહેરજનતાના વેચાણ અર્થે મુકવામાં આવશે. જ્યારે આ મૂર્તિ ખરીદનાર જાહેજનતા પોતાની જાતે મૂર્તિ ખરીદવાની રકમ નક્કી કરી શકશે અને મૂર્તિ પાસે મુકવામાં આવેલા ડ્રોપબોક્સમાં નાખી શકશે.
જેલના કેદીઓએ જે મૂર્તિ બનાવી છે તેમાં મુંબઈના લાલબાગ અને દગડુ શેઠની મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી.લાલબાગની 18 ઈંચની 24 મૂર્તિઓ , દગડુ શેઠની 15 ઇંચની 22 મૂર્તિઓ અને ફૂલવાળી ગણેશજીની એક ઇંચની 54 મૂર્તિઓ અને સાદી આઠ મૂર્તિઓ બનાવવામાં આવી છે.

http://sambhaavnews.com/

You might also like