હા, મેં પ્રિન્સેસ ડાયનાની હત્યા કરી હતીઃ બ્રિટિશ એજન્ટની કબૂલાત

લંડન: લંડનમાં હાલ મરણ પથારી પર પડેલા બ્રિટિશ ઈન્ટેલિજન્સ એજન્સી એમ-૧૫ના નિવૃત્ત ૮૦ વર્ષના એજન્ટ જ્હોન હોપકિન્સ છેલ્લા કેટલાક સમયથી શ્રેણીબદ્ધ ચોંકાવનારી કબૂલાત કરી રહ્યા છે. હોપકિન્સે તાજેતરમાં એવો દાવો કર્યો હતો કે ‘મેં પ્રિન્સેસ ડાયનાની હત્યા કરી હતી. હોપકિન્સે એવો દાવો કર્યો હતો કે તેઓ બ્રિટિશ ઈન્ટેલિજન્સ એજન્સી માટે પ્રિન્સેસ ડાયના સહિત ૧૯૭૩થી ૧૯૯૯ વચ્ચે ૨૩ હત્યામાં સંડોવાયેલા છે.

૩૮ વર્ષ સુધી એમ-૧૫ સાથે ઓપરેટિવ તરીકે કામ કરનાર જ્હોન હોપકિન્સે એવો દાવો કર્યો છે કે બ્રિટિશ ઈન્ટેલિજન્સ એજન્સીએ યુનાઈટેડ કિંગ્ડમની સુરક્ષા માટે ખતરનાક મનાતી કેટલીક વ્યક્તિઓની હત્યા કરવા માટે મારો હીટમેન તરીકે ઉપયોગ કર્યો હતો.

૮૦ વર્ષના બ્રિટિશર જ્હોન હોપકિન્સે એવો દાવો કર્યો હતો કે જૂન ૧૯૭૩થી ડિસેમ્બર ૧૯૯૯ વચ્ચે તેઓ પ્રિન્સેસ ડાયના સહિત ૨૩ વ્યક્તિઓની હત્યામાં સંડોવાયેલા હતા. તેમણે જણાવ્યું હતું કે યુકેમાં રાજકીય હત્યાઓ કરવા માટે સાત ઓપરેટિવ સેલના એક સભ્ય હતા અને તેમણે કરેલી હત્યામાં રાજકારણીઓ, કાર્યકરો, પત્રકારો અને યુનિયનના નેતાઓ ભોગ બન્યા હતા.

હોપકિન્સે વધુમાં જણાવ્યું હતું કે તેમણે કરેલી હત્યામાં સૌથી અદ્વિતીય પ્રિન્સેસ ડાયના હતી અને તેમણે માત્ર એક જ મહિલાની હત્યા કરી હતી અને તે મહિલા હતી પ્રિન્સેસ ડાયના. શાહી પરિવારની એક હસ્તીની હત્યા કરવા માટે તેમને આદેશ કરાયો હતો અને આ હસ્તી બીજી કોઈ નહીં પણ પ્રિન્સેસ ડાયના હતી.

પ્રિન્સેસ ડાયનાની હત્યા કરવા પાછળનું કારણ એ હતું કે તે શાહી પરિવારનાં અનેક રહસ્ય જાણતી હતી. તેને શાહી પરિવાર પ્રત્યે દ્વેષ હતો અને તેથી શાહી પરિવારના અનેક રહસ્યનો તે પર્દાફાશ કરનાર હતી અને તેથી તેની હત્યા કરવા મારા બોસે મને જણાવ્યું હતું, કારણ કે પ્રિન્સ ફિલિપ દ્વારા તેની હત્યા કરવાનો આદેશ મારા બોસને મળ્યો હતો, પરંતુ અમારે આ હત્યાને દુર્ઘટનામાં ખપાવવાની હતી.
http://sambhaavnews.com/

You might also like