જ્યારે પ્રિંસ વિલિયમે બનાવેલી કેક ખાવાનો કેટે કર્યો ઇન્કાર

મુંબઇ : ભારતની મુલાકાતે આવેલ બ્રિટનનાં શાહી કપલે બીજા દિવસે મુંબઇ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. મુંબઇનાં યંગ બિઝનેસમેન સાથે મુલાકાત દરમિયાન વિલિયમે પોતાનાં હાથે પેન કેક બનાવી હતી.જો કે પ્રિન્સે જ્યારે કેક માટે પોતાની પત્ની કેટને ઓફર કરતા તેણે ના પાડી દીધી હતી અને કેક ખાવાનું ટાળ્યું હતું. પ્રિન્સે મશીનમાં બનેલ ઢોસાનો સ્વાદ પણ માણ્યો હતો. જો કે આમાં પણ કેટે ઢોસો ચાખવાની ના પાડી હતી.

કેટ અને વિલિયમે આજે દિલ્હી ખાતે અમર જવાન જ્યોતીની મુલાકાત લીધી હતી. તેઓએ શહીદોને શ્રદ્ધાંજલી પણ અર્પી હતી. ત્યાર બાદ રોયલ કપલે ગાંધી સ્મૃતિ મ્યુઝીયમની મુલાકાત પણ લીધી હતી. ગાંધી સ્મૃતિ મ્યુઝિયમમાં ખાદીની શાલ ઓઢાડીને રોયલ કપલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આ કપલે સચિન તેંડલકર સહિતનાં દિગ્ગજો સાથે મુલાકાત યોજી હતી. સચિન સાથે તેઓએ ક્રિકેટ પણ રમી હતી.

હવે કેટ અને વિલિયમ આસામની મુલાકાતે જશે. તેઓ વાઘ અભ્યારણ્યમાં જઇને લોકો પાસેથી માહિતી મેળવશે કે તેઓ પ્રાણીઓ સાથે કઇ રીતે તાલમેલ સાધીને રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આસામમાં વાઘોનાં અભ્યારણ્યમાં રહેતા ગામવાસીઓને વાઘ ક્યારે પણ ઘાયલ કરતા નથી હોતા. જેનાં કારણે પ્રિન્સ અને કેટ આ લોકો કઇ રીતે પ્રાણીઓ સાથે તાલમેલ સાધે છે જે અંગે તેઓની સાથે ચર્ચા કરશે. ત્યાર બાદ તેઓ ત્યાં સ્થાનિક રીતે યોજાયેલા 3 કાર્યક્રમોમાં ભાગ પણ લેશે.

You might also like