સ્ટોકહોમ પહોંચ્યા PM મોદી, સ્વીડનના વડાપ્રધાને કર્યું Wel Come..

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દેશના પ્રવાસે પ્રથમ સ્વીડન પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વીડનના પીએમ સ્ટેફાન લોફવેને ભવ્ય સ્વાગત કર્યું. વડાપ્રધાન મોદી સ્વીડન પહોંચ્યાબાદ સ્ટોકહોમમાં ભારતીય સમુદાયના લોકોને મળ્યા.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વીડનના પ્રવાસે પ્રથમ વખત પહોંચ્યા છે. આજે બંને દેશના વડાપ્રધાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડો-નોર્ડિક સંમેલનનમાં ભાગ લેવા બે દિવસના પ્રવાસનો પ્રારંભ કરતાં સોમવારે રાત્રે સ્વીડન પહોંચ્યા હતા. સ્થાનિક સમય મુજ 9 વાગ્યાના 30 મીનીટે પીએમ મોદીનું સ્વીડન ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા સ્વીડનના પ્રધાનમંત્રી સ્ટીફન લોવેન પોતે એરપોર્ટ પર હાજર રહ્યાં હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે ફેસબુક પેજપર  લખ્યું હતું કે ભારત અને સ્વિડન વચ્ચે ભાઇચારા જેવો સંબંધ છે. આ સંબંધ વિશ્વની વ્યવસ્થા પ્રત્યે અમારી કટિબદ્ધતા પર આધારિત છે. અમારો સંબંધ બંને દેશના વિકાસ માટે ઘણો મહત્વપૂર્ણ છે. સ્વીડન અને ભારતના વડાપ્રધાન વચ્ચે મંગળવારે દ્વિપક્ષીય બેઠક યોજાશે.

You might also like