..તો બલૂચિસ્તાનમાં લાગશે પીએમ મોદીની પ્રતિમા

ઉત્તર પ્રદેશઃ પાકિસ્તાનમાંથી બલૂચિસ્તાનની આઝાદી મેળવવા માટે લડી રહેલી બલૂચ નેતા નાયલા કાદરી બલૂચે જણાવ્યું છે કે બલૂચિસ્તાનને આઝાદી પ્રાપ્ત થશે ત્યારે પહેલી પ્રતિમા પીએમ મોદીની ત્યાં લગાવવામાં આવશે. વારાણસીમાં બે દિવસીય સાંસ્કૃતિ સંસદમાં વિશ્વ બલૂચ મહિલા સંધની અધ્યક્ષ નાયલા કાદરીએ જણાવ્યું છે કે જ્યારથી બલૂચિસ્તાનમાં થઇ રહેલા અત્યાચાર પર પીએમ મોદીએ દુનિયાનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ત્યારથી તે ત્યાંના હિરો બની ગયા છે. તેમણે કહ્યું છે કે જે દિવસે બલૂચિસ્તાનને આઝાદી મળશે તે દિવસે સૌથી પહેલાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મૂર્તિ અહીં લગાવવામાં આવશે. તેમણે કહ્યું છે કે પીએમ મોદીમાં તેમને તેમનો ભાઇ જોવા મળે છે. નાયલાએ કહ્યું કે પાકિસ્તાન બલૂચ લોકોનો નરસંહાર કરે છે. તેમણે કહ્યું કે ચીનની સાથે મળીને પાકિસ્તાન સતત અમારી પર અત્યાચાર કરી રહ્યું છે.

નાયલાએ વધુમાં જણાવ્યું છે કે અમાને માતા હિંગલાજ મંદિરમાં સહાયતા પ્રાપ્ત થાય છે. તેથી જ આઝાદી બાદ બલૂચિસ્તાનમાં હિંગ્લાજ માતાના દર્શને કોઇ પણ ભારતીય આવશે તો તેના માટે તેણે વિઝા લેવાની જરૂર નહીં રહે. જો ભારતે બલૂચિસ્તાનની આઝાદી માટે મદદ કરી તો તેના માટે તેઓ ક્યારે પણ ભારતનું ઋુણ ચૂકવી નહીં શકે. ભારત માટે તેમના દરવાજા હંમેશા ખૂલ્લા રહેશે.

નાયલાએ કહ્યું કે પાકિસ્તાન મુસલમાનોનો દેશ હોવા છતાં મુસલમાનોનો દુશ્મન છે. તેમણે કહ્યું કે પાકિસ્તાને બંગાળ, અફધાનિસ્તાન અને બલૂચિસ્નામાં જે રીતે મુસલમાનોના ભોગ લીધા છે. તેના માટે મુસલમાનો તેમને ક્યારે પણ માફ નહીં કરે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સુષ્મા સ્વરાજ દુનિયાના અનેક મંચો પરથી પાકિસ્તાનમાંથી બલૂચિસ્તાનની આઝાદી પ્રાપ્ત થાય તેના માટે અવાજ ઉઠાવી રહ્યાં છે. જેને બલૂચિસ્તાની આઝાદીની માંગને કરનારા નેતાઓની સંખ્યામાં વધારો થયો છે.

You might also like