મોદી ઇન મોસ્કો : ભારતીય વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોસ્કો જવા માટેરવાના થયા હતા. રશિયા યાત્રામાં મોટે ભાગે સંરક્ષણ સોદા પર ખાસ વાતચીત થશે પરંતુ આ દરમિયાન મોદી યૂરેશિયા આર્થિક ક્ષેત્રની સાથે મુક્તે વેપાર સમજુતીનાં મુદ્દે રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિનની સાથે મુલાકાત કરશે. આ આર્થિક સંધીમાં અમોનિયા, બેલારુસ, રશિયા અને કજાકિસ્તાન આવે છે. આ આવનારા દિવસોમાં એક મજબુત આર્થિક ક્ષેત્ર સંધી થાય તેવી શક્યતાઓ છે.
વિદેશ સચિવ એસ. જયશંકરે જણાવ્યું કે વડાપ્રધાન મોદી ભારત અને રશિયાની વચ્ચે વાર્ષિય સહયોગ સમારંભમાં રાષ્ટ્રપતિ પુતિનની સાથે ભાગ લેશે. આ યાત્રા દરમિયાન પરમાણુ ઉર્જા, હાઇડ્રોકાર્બન, સંરક્ષણ અને વેપાર સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા થશે.આ દ્વિપક્ષીય સંબંધો ભારત અને રશિયા બંન્ને માટે ફાયદાકારક સાબિત થશે.
વડાપ્રધાને રવાના થતા પહેલા વડાપ્રધાનની અધ્યક્ષતામાં સુરક્ષા મુદ્દે કેબિનેટ સ્તરની બેઠક થઇ હતી. જેમાં ભારત અને રશિયાનાં સંયુક્ત રીતે 200 કામોવ – 226 ટી હેલિકોપ્ટરનાં નિર્માણને મંજુરી આપી દેવામાં આવી હતી. જેનાંથી મોદીનાં મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમને મજબુતી મળશે. સંરક્ષણ મંત્રાલયનાં સુત્રો અનુસાર ભારત લીઝ પર રશિયાને બીજી પરમાણુ સબમરીન લેવા માટેની કવાયત પણ કરી રહ્યું છે. તે ઉપરાંત રશિયા એસ-400 ટ્રમ્ફ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ખરીદવાને પણ લીલી ઝંડી આપી દેવામાં આવી છે. આ સિસ્ટમની કિંમત 40 હજાર કરોડ રૂપિયા છે.

You might also like