વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા અમદાવાદ

અમદાવાદઃ  PM મોદી આજથી બે દિવસના ગાંધીનગર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017માં હાજરી આપવા આવી ચૂક્યા છે. જ્યાં તેમનું મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, અમદાવાદ શહેરના મેયર ગૌતમ શાહે એરપોર્ટ પર એમનું સ્વાગત કર્યું.

તારીખ 9 જાન્યુઆરીના રોજ અમદાવાદના સાયન્સ સીટી નોબલ પ્રાઇઝ એક્ઝિબીશનનું નરેન્દ્ર મોદી ઉદ્ધાટન કરશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ધાટન પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. મોદી ગુજરાતમાં બે દિવસ રોકાવાના છે. ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે.

પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પરથી સીધા જ સાયન્સ સિટી ખાતે નોબલ પ્રાઇઝ એક્ઝિબીશનનું ઉદ્ધાટન કરશે. ત્યાર બાદ તેઓ ગાંધીનગર જવા રવાના થશે.  જ્યાં તેઓ ગાંધીનગર રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શીલાન્યાસ કરશે. આ સાથે જ મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ડિફેન્સ, પાવર, ફાર્મા સેક્ટરનું એક્ઝિબિશન યોજાશે. જેને પીએ મોદી નીહાળશે.  GIFT  સીટીમાં આવેલ ઇન્ટરનેશનલ ટ્રેડ એક્સચેન્જનું ઉદ્ઘાટન પણ પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.  9 જાન્યુઆરીએ પીએમ મોદી રાત્રી રોકાણ ગાંધીનગરમાં આવેલ રાજભવનમાં કરશે.

10 જાન્યુઆરી મંગળવારે સવારે 10 વાગ્યાથી વિવિધ દેશોના રાષ્ટ્રીયવડાઓ અને પ્રતિનિધિઓ સાથે  પીએમ મોદી વન ટૂ વન બેઠક કરશે.  બપોરે 2 કલાકે 150 જેટલા વીવીઆઈપી સાથે ગાંધીનગરમાં ભોજન લેશે.  બપોરે 3.30 વાગ્યે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2017નું ઉદ્ઘાટન કરશે.  સાંજે 6:30થી 8: PM સાથે ટોપના 50 CEOsની રાઉન્ડ ટેબલ મિટિંગ લેશે. જ્યારે  રાત્રે 9:00 નરેન્દ્ર મોદી ગ્લોબલ CEO સાથે ડિનર લેશે.

વાઇબ્રન્ટમાં સુરક્ષાને લઇને પણ ખાસ જોગવાઇ હાથ ધરવામાં આવી છે.  5 હજાર સુરક્ષા જવાનોનો કાફલો અહીં તહેનાત કરવામાં આવ્યો છે.  પોલીસ જવાનો ખાસ બિઝનેસ લૂકમાં જોવા મળે. જેમનાં રેન્ક પ્રમાણેના અલગ અલગ કલરના સૂટ તૈયાર કરવામાં આવ્યાં છે.

home

You might also like