માલદીવમાં PM મોદી 17 નવેમ્બરનાં રોજ જગાવશે દોસ્તીની જ્યોત

ન્યૂ દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માલદીવથી આવેલ નિમંત્રણનો સ્વીકાર કરી લીધો છે. આ સાદર નિમંત્રણ માલદીવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાને ત્યાં ઇબ્રાહિમ મોહમ્મદ સાલેહની નવ નિર્વાચિત સરકારનાં 17 નવેમ્બરનાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં શામેલ થવા માટે મોકલ્યાં છે.

માલદીવ આપણું સૌથી નજીકનું હિંદ મહાસાગરીય ક્ષેત્રનો દેશ છે અને ભારતની સામુદ્રિક ક્ષેત્રથી સુરક્ષાને જોતાં વધારે મહત્વનું સ્થાન રાખે છે. જેથી પ્રધાનમંત્રીનાં આ નિર્ણયને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે પણ પ્રધાનમંત્રી દ્વારા નિમંત્રણને સ્વીકાર કરવાની પુષ્ટિ કરાઇ છે. માનવામાં આવી રહેલ છે કે નવી સરકારનાં ગઠન બાદ માલદીવમાં શાંતિ અને સ્થિરતાને વધારે પ્રોત્સાહન મળશે. ભારતીય રણનીતિકાર આને નવી દિલ્હીનાં પક્ષમાં માની રહ્યાં છે. તેઓનું એવું અનુમાન છે કે સાલેહ સરકારનાં સત્તામાં આવ્યા બાદ માલદીવમાં સક્રિય થયેલ ભારત વિરોધી તત્વોને નિયંત્રણમાં રાખી શકાશે.

You might also like