પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 જુલાઈએ આવશે ગુજરાત મુકામે

અમદાવાદઃ 20 જુલાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ એક દિવસમાં વલસાડ અને જૂનાગઢમાં ત્રણ કાર્યક્રમમાં હાજરી આપશે. સવારે સાડા દસ વાગે વલસાડમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં 2 લાખ મકાનોનું લોકાર્પણ કરશે ત્યાર બાદ ધરમપુરમાં પાણી પુરવઠા જૂથ યોજનાનું પણ લોકાર્પણ કરશે.

આ ઉપરાંત બપોર 2 વાગ્યે જૂનાગઢમાં પશુ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે અને સાંજે સાડા પાંચ વાગ્યે FSLનાં કાર્યક્રમમાં પણ હાજરી આપશે.

પ્રાંત અધિકારીએ લીધેલી બેઠકમાં પણ પ્રધાનમંત્રીનાં કાર્યક્રમ અંગે દરેક વિભાગને તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે. જો કે પ્રધાનમંત્રીનો વિગતવાર કાર્યક્રમ એક બે દિવસમાં જાહેર થશે. મહત્વનું છે કે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને પ્રધાનમંત્રી ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યાં હોવાની માહિતી મળી રહી છે.

You might also like