નામનો ઉલ્લેખ કર્યા વગર મોદીના રાહુલ પર ચાબખા, કહ્યું કાંઇક આવું

વારાસણીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના સંસદિય ક્ષેત્રે વારણસીમાં આજે ગયા હતા. જ્યાં તેઓએ સંસ્કૃત મહોત્સવમાં હાજરી આપી હતી.  તેમણે કહ્યું કે કલાનું સન્માન થવું જોઇએ. કલા જ વ્યક્તિને રોબટ બનતા બચાવી શકે છે.  ત્યાર બાદ તેમણે રાહુલ ગાંધીનું નામ બોલ્યા વગર તેમની મજાક ઉડાવી હતી. રાહુલનું નામ બોલ્યા વગર જ મોદી બોલ્યા કે તેઓ ભાષણ શીખી રહ્યાં છે. તેઓએ બોલવાનું શરૂ કર્યું છે હવે ભૂકંપની શક્યતા નથી. એક યુવાન નેતા છે. હજી ભાષણ શીખી રહ્યાં છે. જ્યારથી તેમણે ભાષણ શીખ્યું છે. ત્યારથી હું ખુબ જ ખુશ છું.

2009 સુધી ખબર ન હતી કે આ પેકેટની અંદર શું છે?  હવે ખ્યાલ આવ્યો છે કે કેટલાક લોકો કાળુધન નહીં પરંતુ કાળુ મન પણ ધરાવે છે. વારાણસીમાં 21 સો કરોડ રૂપિયાની યોજનાનું શિલાન્યાસ કરવા માટે મોદી વારાસણી આવ્યાં હતા. આ પહેલાં લોકો કેન્સરના ઇલાજ માટે મુંબઇ અને ગોવા જતા હતા. મોટાભાગના દર્દીઓ ઉત્તર ભારતના રહેવાસી છે. તેમના માટે રાષ્ટ્રીય સ્તરનું કેન્સર રિસર્ચ ઇન્સિટ્યુટ બનાવવા અંગેનો નિર્ણય પણ લેવાયો છે. આ ઇન્સ્ટિટ્યુટની દેખરેખ સરકાર રાખશે તે બાબતની જાહેરાત મોદીએ કરી છે.  આ સાથે જ ગરીબોને સસ્તી અને સારી દવાઓ આપવા અંગે પણ મોદીએ તેમના ભાષણમાં જણાવ્યું છે.

નોટબંદી પર મોદીએ કહ્યું કે દેશમાં મોટું સફાઇ અભિયાન ચાલી રહ્યું છે. કાશીના આર્શીવાદ છે કે મેં ગંદકી સાફ કરવાનું બિડું હાથમાં લીધું છે.  કેટલાક લોકો કહીં રહ્યાં છે કે મોદીએ આટલો મોટો નિર્ણય લઇ લીધો પરંતુ તેમને અનુભવ નથી. હું આ અંગે અનુમાન ન કરી શક્યો. મેં વિચાર્યું ન હતું કે કેટલાક રાજનીતિક દળો અને રાજનેતાઓ બેઇમાનો સાથે ઉભા રહી જશે. કાળુનાણુ ધરાવતા લોકોને સપોર્ટ કરશે. સંસદમાં પણ તેમના હોબાળા સૌ એ જોયા હશે તેમ મોદીએ વારસણીના ભાષણમાં કહ્યું હતું. આમ નામ બોલ્યા વગર જ મોદીએ રાહુલ અને વિપક્ષને આડે હાથે લીધા હતા.

home

You might also like