વડા પ્રધાન મોદી ઑલિમ્પિક્સમાં જનારા ઍથ્લિટોને આજે મળશે

નવી દિલ્હી: આગામી ૫ ઑગસ્ટે બ્રાઝિલના પાટનગર રિયો ડી જાનેરોમાં શરૂ થનારી ઑલિમ્પિક ગેમ્સમાં જનારા ભારતીય ઍથ્લિટોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મળશે. પીએમ મોદી તેમની સાથે વાતચીત કરશે અને તેમને ૨૧ ઑગસ્ટ સુધી રમાનારા આ મહારમતોત્સવ માટેની શુભેચ્છા આપશે.

મોદી આ ઍથ્લિટોને તેમ જ રમતોત્સવમાં તેમની સાથે જનારા અધિકારીઓના પ્રતિનિધિમંડળને દિલ્હીના માણેકશા સેન્ટર ખાતે મળશે. અત્યાર સુધીમાં ૧૩ રમતોમાંથી કુલ ૧૦૦ જેટલા ઍથ્લિટો ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થયા છે. અત્યાર સુધીમાં ઑલિમ્પિક્સ માટેના ભારતીય ઍથ્લિટોની આ સૌથી મોટી સંખ્યા છે.

You might also like