Categories: India

PM મોદીએ કર્યું દેશની સૌથી લાંબી સુરંગનું ઉદઘાટન, ખુલ્લી જીપમાં કરી સમીક્ષા

નવી દિલ્હી: PM નરેન્દ્ર મોદીએ આજે દેશની સૌથી લાંબી સુરંગનું ઉદઘાટન કર્યું છે. જમ્મુ શ્રીનગર હાઇવે પર ચેનાની અને નાશિરીની વચ્ચે હિંદુસ્તાનની સૌથી લાંબી રસ્તાની સુરંગ બનાવવામાં આવી છે. ઉદઘાટન બાદ પીએમ મોદી ખુલ્લી જીપમાં સુરંગની સમીક્ષા કરી રહ્યા છે. પીએમના સુરંગ ઉદઘાટન બાદ ઉધમપુરમાં એક સભા સંબોધિત કરશે.

ચેનાનીથી નાશિરીની વચ્ચે બનેલી સુરંગ દેશની સૌથી મોટી સુરંગ તો છે જ પણ સૌથી સ્માર્ટ પણ છે. એમાં વિશ્વસ્તરીય ખુબીઓ છે. કડક સુરક્ષા રાખવામાં આવી છે. સુરંગની અંદર એવા કેમેરા લાગેલા છે જે 360 ડિગ્રી વ્યૂ આપે છે. સાથે સુરંગમાં મોબાઇલ નેટવર્કથી લઇને ઇન્ટરનેટ ચાલે છે.

આ સુરંગ 9.2 કિલોમીટરની છે, જે ઉધમપુર જિલ્લાની ચિનૈની વિસ્તારથી શરૂ થઇને રામબન જિલ્લાના નાશરી નાલા સુધી બનાવવામાં આવી છે. આશરે 300 કિલોમીટર જમ્મુ કાશ્મીર નેશનલ હાઇવે પર 3720 કરોડ રૂપિયાના ખર્ચથી ચિનેની નાશરી સુરંગ બનીને તૈયાર થઇ ગઇ છે.

ચેનાની નાશરી સુરંગમાં CCTV કેમેરા લાગેલા છે, જેની સાથે ઓટોમેટિક ઇન્સિડેન્ટ ડિટેક્શન સિસ્ટમ લાગેલી છે. કેમેરાની મદદથી સુરંગની અંદર દરેક ગાડીની મૂવમેન્ટ પર નજર રાખવામાં આવે છે. સુરંગમાં કુલ 124 સામાન્ય CCTન કેમેરા લગાવવામાં આવ્ચા છે. સાથે સુરંગની અંદર ટ્રાફિક કાઉન્ટિંગ કેમેરા લગાવવામાં આવ્યા છે, જે ગાડીઓની અવર જવરનો હિસાબ રાખે છે. આ ઉપરાંત સુરંગની બહાર બંને તરફ પેન ટિલ્ટ ઝૂમ કેમેરા લગાવવામાં
આવ્યા છે, જે 360 ડિગ્રી પર ગાડીની દરેક મૂવમેન્ટ પર નજર રાખે છે.

ચેનાની નાશરી સુરંગમાં આશરે 10 કિલોમીટર લાંબી સુરંગમાં ખાસ FM ફ્રિકવેન્સી પર ગીતો સાંભળી શકાય છે. સુરંગમાં એન્ટ્રી પહેલા એ ખાસ ફ્રિકવેન્સી સેટ કરી થશે ફાયદાકારક કારણ કે કોઇ પણ ઇમરજન્સી સ્થિતિમાં એ FM પર જરૂરી સૂચના આપવામાં આવશે.

પરંપરાગત રીતે સુરંગમાં મોબાઇલ નેટવર્ક કામ કરતું નથી પરંતુ રસપ્રદ એ છે કે ચેનાની નાશરી સુરંગમાં મોબાઇલ અને ઇન્ટરનેટ પણ કામ કરશે. કેટલીક મોબાઇલ કંપનીએ આનું ખાસ ધ્યાન રાખ્યું છે. આખી સુરંગમાં 29 ક્રોસ ઓવર પેસેન્જર બનાવવામાં આવ્યા છે. જે માત્ર ઇમરજન્સી સ્થિતિમાં ઉપયોગ કરી શકાશે.

હિંદુસ્તાનની સૌથી લાંબી સુરંગને તૈયાર કરવામાં આશરે પાંચ વર્ષનો સમય લાગ્યો. પરંતુ રસપ્રદ એ છે કે આ પાંચ વર્ષોમાં હિમાલય પર એક પણ ઝાડ કાપવામાં આવ્યું નથી. આટલું જ નહીં મોટાભાગે સ્થાનિક લોકોને ટ્રેનિંગ આપીને સુરંગના કામમા લગાવ્યા હતા. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સુરંગના કારણે કાશ્મીર ઘાટીમાં વેપાર વધશે અને સહેલાણીઓની સંખ્યા પણ વધશે.

http://sambhaavnews.com/

Krupa

Recent Posts

વિધાનસભા તરફ શિક્ષકોની કૂચ રાજ્યભરમાં અનેકની અટકાયત

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદઃ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોના મુદ્દે આજે ગાંધીનગર વિધાનસભાને ઘેરાવ કરવા માટે નીકળેલા સેંકડો…

23 hours ago

PM મોદીને મળ્યો દક્ષિણ કોરિયાનો સૌથી મોટો એવોર્ડ

(એજન્સી) નવી દિલ્હી: સિયોલમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દક્ષિણ કોરિયાના સૌથી મોટા ‘શાંતિ પુરસ્કાર’થી નવાજવામાં આવ્યાં છે. દુનિયાભરના એક…

23 hours ago

આઇસોલેશન વોર્ડ વગર સ્વાઇન ફ્લૂના દર્દીની સારવાર કરતી હોસ્પિટલને સીલ કરાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરની અનેક ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના દર્દી માટે અલગ આઇસોલેશન વોર્ડ ન હોવા છતાં ફક્ત કમાણી કરવાના…

23 hours ago

STની હડતાળના બીજા દિવસે પણ હજારો મુસાફરો અટવાઇ ગયા

અમદાવાદ: એસટીના કર્મચારીઓની હડતાળ આજે બીજા દિવસે પણ ચાલુ રહેતા મુસાફરો હલાકીમાં મુકાયા હતા. સરકારે ખાનગી બસોની વૈકલ્પિક વ્યવસ્થા કરવા…

23 hours ago

શહેરના તમામ 240 બગીચાની જાળવણી માટે નવેસરથી કોન્ટ્રાક્ટ અપાશે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ ર૪૦ નવા-જૂના બગીચાની જાળવણી માટે નવેસરથી ક્વાયત આરંભાઇ છે. હાલના તંત્ર હસ્તકના…

23 hours ago

હાઉસિંગ કોલોનીના રી ડેવલપમેન્ટમાં લાભાર્થીને 40 ટકા મોટું મકાન મળશે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરની હાઉસિંગ બોર્ડ હસ્તકની હજારો એકર જમીનમાં ઊભા કરાયેલાં મકાનોનું રી ડેવલપમેન્ટ થઇ શકશે. ૭પ…

23 hours ago