ભારત-બ્રિટેન વચ્ચે અસૈન્ય પરમાણુ કરાર

લંડનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિનના પીએમ ડેવિડ કેમરૂનના સંયુક્ત સંબોધનમાં પીએમ મોદીએ અસહિષ્ણુતાના સવાલ પર મૌન તોડતાં જણાવ્યું કે ભારત ગાંધી અને બુધ્ધની ધરતી છે, ભારત આવી કોઇ વાતનો સ્વીકાર કરતું નથી. મોદીએ કહ્યું કે દેશનો કોઇપણ ભાગમાં બનેલી ઘટના અમારા માટે ગંભીર છે. કાનૂન કઠોરતાથી કામ કરશે, દરેક નાગરિકના વિચારની રક્ષા કરવી અમારી જવાબદારી છે.

સંયુક્ત નિવેદનમાં પુછાયેલા એક સવાલનો જવાબ આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જો દેશમાં કોઇપણ ભાગમાં કોઇ એવી ઘટના ઘટીત થાય તો અમારા માટે તે ઘણી ગંભીર છે. દેશના દરેક નાગરિકની સુરક્ષા અમારી જવાબદારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસની બ્રિટની યાત્રા પર ગુરૂવારે લંડન પહોંચ્યા હતા. જ્યાં સૌથી પહેલા તેમના કિંગ ચાર્લ્સ સ્ટ્રીટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ સમયે બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમરૂન તેમની સાથે હતા. બંને નેતાઓ વચ્ચે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં દ્વિપક્ષીય વાતચીત કરવામાં આવી.

You might also like