સ્માર્ટ સિટી પ્રોજેક્ટ લોન્ચ : મોદી બોલ્યા શહેરો સ્માર્ટ હશે તો ગરીબી ઘટશે

પુણે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પુણેમા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ કામ એક ખુબ મોટુ આંદોલન છે, એક સાર્થક પ્રયાસ છે. હું અનુભવી રહ્યો છું કે આ કામ સફળ થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સ્માર્ટ સિટી ચેલેન્જ કોમ્પિટિશનનાં પ્રથમ તબક્કા માટે પસંદ થયેલા 20 શહેરોમાં આ પ્રોજેક્ટ ચાલુ થઇ જશે. જેમાં 48 હજાર કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થશે. વડાપ્રધાને પુણેમાં શનિવારે કહ્યું કે આપણાં દેશમાં એવું તો નથી કે પહેલા કોઇ કામ નહોતું થતું. એવું પણ નથી કે સરકારો બજેટ ખર્ચતી નહોતી.

મોદીએ જણાવ્યું કે, તેમ છતા પણ દુનિયાનાં ઘણા દેશો એવા છે કે જે ખૂબ કંગાળ હતા અને આપણા પછી આઝાદ થયા હોવા છતા ઘણી આર્થિક પ્રગતી કરી. શું કારણ છે કે ઓછા સમયમાં દુનિયનાં ઘણા દેશો આપણાથી આગળ નીકળી ગયા પણ આપણે તેમ ન કરી શક્યા. હું માનું છું કે હવે આપણે તેમ કરી શકીશુ. આ એક શરૂઆત છે. સ્માર્ટ સિટી એક જન આંદોલન છે. આગામી દિવસોમાં એક મોટા બદલાવનું કામ થવાનું છે.

જો એકવાર દેશનાં સવા સો કરોડ લોકો પોતાની તાકાત કામે લગાડે તો એકેય સરકારની પણ જરૂર નથી. ભાજપ સિવાય અન્ય દરેક રાજકીય પક્ષે આ કાર્યક્રમથી દુર રહેવાનો નિર્ણય કર્યો હતો. મોદી આજે સ્માર્ટ સિટીનું લોન્ચિંગ કરે તે પહેલા જ કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસીઓએ કાળા વાવટા ફરકાવીને મોદી અને તેમનાં પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. મહત્વની બાબત છે કે ભાજપનાં સહયોગી શિવસેનાએ પણ ભાજપ પર કાર્યક્રમને હાઇજેક કરવાનો આરોપ લગાવ્યો હતો.

You might also like