મોદી વિરોધમાં દેશનો વિરોધ કરી રહી છે કોંગ્રેસ: PM

દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે નું ઉદ્દઘાટન કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાગપતના ખેખડાથી દેશને 135 કિમી લાંબા ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે ની ભેટ આપી. ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવેના ઉદ્દઘાટન બાદ પ્રધાનમંત્રી ખેખડામાં લગભગ 1 લાખ લોકોની રેલીને સંબોધીત કરી હતી.

આ દરમ્યાન તેમણે કહ્યુ કે આજે જ્યારે આ નવા રસ્તા પર ચાલવાનો મને અવસર મળ્યો તો મે અનુભવ્યુ કે 14 લેનનો સફર દિલ્હી-એનસીઆરના લોકોના જીવનને કેટલુ સરળ બનાવે છે. ક્યાય કોઈ વિક્ષેપ નહિ, એક થી વધારે ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પહોંચનારી ગાડીઓની સંખ્યામાં 30 ટકા ઘટાડો નોંધાયો છે.

અમારી સરકારમાં દરેક દિવસે 27 કિમી હાઈવે બની રહ્યો છે. અમારી સરકારે 4 વર્ષોમાં દેશને સાચી દિશામાં લઈ જવાનું કામ કર્યુ છે. સમગ્ર એક્સપ્રેસવે નું કામ કરીને ઝડપથી બીજા ચરણને પણ જનતા માટે સમર્પિત કરવામાં આવશે.

બાગપતમાં PM એ કહ્યુ કે આ ભયાનક ગરમીમાં પણ જે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે સરકાર સાચી દિશામાં વધી રહી છે. PM મોદીએ આ દરમ્યાન કોગ્રેસ પર હમલો કરવામાં પણ કોઈ કસર નથી છોડી. મોદીએ કહ્યુ કે વારસાગતમાં સત્તા જોવા વાળા લોકો હવે ગરીબો માટે કરવમાં આવી રહેલા કામકાજનો મજાક ઉડાવી રહ્યા છે.

મોદીએ કહ્યુ કે એનડીએ સરકારના કામને જોઈને કેટલાક લોકો બોખલાયા છે. મોદીએ કોંગ્રેસ પર હમલો કરતા કહ્યુ હતુ કે કોંગ્રેસે દેશની સર્વોચ્ચ અદાલત પર પણ સવાલ ઉઠાવ્યા છે. હવે તેમને દેશનું મીડિયા પણ પક્ષપાતી દેખાય છે. સર્જિકલ સ્ટ્રાઈક કરનારી સેનાના સાહસને પણ નકારે છે. દેશના વખાણ કરનારી ઈન્ટરનેશનલ સંસ્થાઓનો પણ મજાક બનાવે છે. કોંગ્રેસની મુશ્કેલીનું કારણ દરેક જાણે છે. મોદી ના વિરોધમાં તે લોકો દેશનો પણ વિરોધ કરવા લાગ્યા. જેની પાસે સવા સો કરોડ લોકોનો વિશ્વાસ હોય. તે કોઈના આરોપોથી ડગવાનો નથી.

You might also like