મેક્સિકોએ NSGમાં ભારતની સદસ્યતા અંગે આપ્યું સમર્થન

મેક્સિકોઃ અમેરિકા બાદ મેક્સિકો પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ મેક્સિકન રાષ્ટ્રપતિ એનરિન પેના નીતોની સાથે દ્વિપક્ષિય વાર્તા બાદ એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે. પીએમ મોદીએ જણાવ્યું છે કે NSGમાં ભારતને સભ્યપદ પ્રાપ્ત થાય તે અંગે મેક્સિકોએ પણ પોતાનું સમર્થન આપ્યું છે. આ ઉપરાંત ભારત અને મેક્સિકો હવે નવા ક્ષેત્રોમાં આગળ વધશે.

પીએમ મોદી પાંચ દેશોના પ્રવાસે નિકળ્યા છે. અંતિમ ચરણમાં તેઓ મેક્સિકો પહોંચ્યા છે. ભારતીય સમય પ્રમાણે સવારે પાંચ વાગે તેઓ મેક્સિકો પહોંચ્યા હતા. મેક્સિકોના રાષ્ટ્રપતિએ મોદી સાથે કરેલી વાતચીતને પ્રેરણાદાયી ગણાવી છે. ત્યારે મેક્સિકો પહેલો લેટીન અમેરિકી દેશ છે કે જેણે ભારતને ઓળખ્યો છે.

રણનીતિક ભાગીદારી અંગે સંબંધો વિકસિત કરવા સાથે તેને યોગ્ય બનાવવા અંગે પણ સહમતી આપી છે. મેક્સિકોના પીએમએ દ્વિપક્ષી સંબંધોને વધારે મજબુત બનાવવા સાથે આઇટી, ઉર્જા, ઓટોમોટિવ, ફાર્મા જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રો સાથે ક્રેતા વિક્રેતા સંબંધો પર આગળ વિચારવા અંગે પણ જણાવ્યું છે. આ સાથે જ રાષ્ટ્રપતિએ સ્પેસ અને વિજ્ઞાનની ટેકનીક અંગે સહયોગ અંગે પણ સહમતિ આપી છે.

NSGમાં ભારતના પ્રવેશ અંગે સમર્થનઃ સંયુક્ત નિવેદન જાહેર કરવા સાથે પીએમ મોદીએ જણાવ્યું છે કે NSGમાં ભારતના સભ્યપદ અંગે અમેરિકા બાદ મેક્સિકોએ પણ સમર્થન આપ્યું છે. પીએમએ જણાવ્યું છે કે હું રાષ્ટ્રપતિનો આભારી છું કે તેમણે NSGમાં ભારતના સભ્યપદ અંગે સકારાત્મક સમર્થન આપ્યું છે.

પ્રધાનમંત્રી કાર્યલર પરથી કરવામાં આવેલા ટવિટરમાં મોદીના મેક્સિકો પહોંચવા અંગેની માહિતી આપવામાં આવી છે. ટવિટરમાં વખવામાં આવ્યું છે કે મેક્સિકન રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરવામાં આવી છે. વધારેને વધારે મુદ્દાઓ પર ત્યાં ચર્ચા કરવામાં આવશે. 1986મમાં તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધી બાદ દ્વિપક્ષીય વાતચીત માટે નરેન્દ્ર મોદી પહેલા પ્રધાન મંત્રી છે કે જે મેક્સિકો પ્રવાસે ગયા છે. વર્ષ 2012માં તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહ જી-20 સંમેલનમાં ભાગ લેવા માટે મેક્સિકો ગયા હતા.

You might also like