“2022 સુધી દેશમાં તમામ ગરીબ પાસે પોતાનું ઘર હશે તેવું સ્વપ્ન જોયું છે”

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે છે. દિવંગત પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનાં નિધન પછી એક અઠવાડિયાના શોકની પૂર્ણાહુતિ પછી વડા પ્રધાનનો આ પહેલો જાહેર કાર્યક્રમ છે. આજે સવારે ૧૦-૧પ કલાકે સુરત ખાતે આવી પહોંચ્યા હતા.

ત્યાર બાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા વલસાડના જૂજવા ગામે પહોંચ્યા હતા. ત્યાં તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા ૧,૧પ,પપ૧ મકાનોનું વિતરણ કર્યા બાદ જાહેરસભાને સંબોધિત કરી હતી.

વડા પ્રધાને ધરમપુરના કપરાડા તાલુકા માટે પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. ત્યાર બાદ ૧ર.૩૦ કલાકે હેલિકોપ્ટર દ્વારા તેઓ વલસાડથી જૂનાગઢ જવા રવાના થયા હતા.

PM નરેન્દ્ર મોદીના સંબોધનના મુખ્ય મુદ્દાઓ…

 • “રક્ષાબંધન પર બહેનોને રહેવા માટેનું ઘર મળ્યું તે સૌથી મોટો ઉપહાર”
 • “જેની પાસે પોતાનું ઘર ન હોય તે સૌથી મોટી પીડા”
 • “પાણીનું સંકટ સૌથી વધુ મહિલાઓને સહન કરવું પડે છે”
 • “પીવાનું શુદ્ધ જળ પરિવારને અનેક બીમારીથી બચાવે છે”
 • “મેં મારા જીવનનો અનેક સમય આદિવાસી વિસ્તારમાં ગુજાર્યો”
 • “આદિવાસી વિસ્તારમાં વરસાદ વધુ થાય છે પણ પીવાના પાણીની અછત”
 • “કોઈ પાણીની પરબ બનાવે તો પણ વર્ષો સુધી તેને ગર્વથી જોવાય છે”
 • “મને ગર્વ છે સરકાર ઘર ઘર નળથી પાણી પહોંચાડવા અભિયાન ચલાવે છે”
 • “મેં લાભાર્થીઓ સાથે વાતો કરી પણ મારી નજર તેમના ઘર પર હતી”
 • “PM આવાસના મકાનો આટલા સારા એટલે છે કારણ કે કટકી કંપની બંધ છે”
 • “હું હિંમત સાથે પૂછી શકું છું કે તમારી પાસે કોઈએ લાંચ તો નથી માગી ને”
 • “સરકારે ધન આપ્યું પણ તેની સાથે તે પરિવારનો પરસેવો પણ જોડાયેલો છે”
 • “સરકારી કોન્ટ્રાક્ટરના ભરોસે અમે કામ નથી કર્યું”
 • “દેશમાં ગરીબીમાંથી મુક્તિ માટે અમે મોટું અભિયાન ચલાવ્યું”
 • “બેંકો હતી પણ તેમાં ગરીબોને પ્રવેશ ન હતો”
 • “અમે બેંકને ગરીબોના આંગણે લાવીને ઉભી કરી દીધી”
 • “આજે ઉજાલા યોજના હેઠળ દરેક ઘરમાં વીજળી પહોંચી રહી છે”
 • “તમે મને મોટો બનાવ્યો છે, ગુજરાતના લોકોએ મારી પરવરીશ કરી”
 • “2022 સુધી દેશમાં તમામ ગરીબ પાસે પોતાનું ઘર હશે તેવું સ્વપ્ન જોયું છે”
 • “હવે ગરીબોના મકાન બનવાના સમાચાર આવી રહ્યા છે”
 • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા
 • “તેમની હાજરીમાં બનેલા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ઝડપથી ચાલી રહી છે”
 • “દેશને સમસ્યાઓમાંથી મુક્ત કરી શકાય છે”
 • “સામાન્યમાં સામાન્ય વ્યક્તિના સ્વપ્નને સાકાર કરી શકાય છે”
 • “વરસાદના કારણે મારો કાર્યક્રમ અટકી ગયો હતો”
 • “ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની કૃપા થઈ છે”
You might also like