કાળાનાણાં, કાળા મન અને કાળા વેપારે ગરીબોનું શોષણ કર્યું: PM મોદી

નવી દિલ્હી:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાનપુરમાં સોમવારે એક રેલીને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે મને યૂપીમાં જ્યાં જવા માટેનો મોકો મળી રહ્યો છે, એનાથી ખબર પડે છે કે યૂપીમાં પરિવર્તનની લહેર નહીં પરંતુ આંધી ચાલી છે. પીએમએ કહ્યું કે અહીંના યુવાનોને સશ્ક્ત કરવા માટે સરકાર દ્વારા કેટલાક પગલાં ઉઠાવવામાં આવ્યા છે. યુવાનોને સરખી રીતે સુવિધાઓ અને ચાન્સ આપવામાં આવે તો એ રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપી શકે છે. પીએમએ અહીંયા ચૂંટણી પંચની ભલામણોનું સ્વાગત કર્યું અને કહ્યું કે રાજનીતિક દળોને મળનાર દાનની સંસદમાં ચર્ચા થવી જોઇએ. દેશ ઇમાનદારીના રસ્તા પર ચાલવા ઇચ્છે છે. રાજનીતિક દળ દરેક પૈસાનો હિસાબ આપે. મેં શરૂઆતથી જ રાતનીતિક દળોને ચર્ચા કરવા માટે કહ્યું છે. મેં સર્વદળીય બેઠકમાં આ મુદ્દાને ઉઠાવ્યો હતો. આકા દેશમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી સાથે થાય.

પ્રધાનમંત્રીએ કહ્યું કે અમારો એજન્ડા કાળાનાણાં અને ભ્રષ્ટાચાર ખતમ કરવાનો છે અને વિપક્ષનો એજન્ડા સંસદ બંધ કરવાનો છે. વિપક્ષે સંસદ ચાલવા દીધી નહીં. રાષ્ટ્રપતિના કહેવા પર પણ સંસદ ચાલી નહીં. મોદીએ કહ્યું કે વિપક્ષે બેઇમાનો માટે હંગામો કર્યો. મ્યુનિસિપલમાંથી ચૂંટા.ેલા લોકો પણ આવો વ્યવહાર કરતાં પહેલા 50 વખત વિચારે છે.

કોંગ્રેસ પર પ્રહારો કરતાં કરતાં મોદીએ કહ્યું કે કોંગ્રેસ અમને બદનામ કરવાના પ્રયત્નો કરે છે. કોગ્રેસના લોકો ભાષણ આપતાં હતાં કે રાજીવ ગાંધી કોમ્પ્યૂટર લાવ્યા, હવે હું કહું છું કે મોબાઇલને બેંક બનાવી દો, તો કહે છે કે મોબાઇલ જ નથી. પીએમ એ અહીં ફરીથી એક વખત ડીજીટલ ટ્રાન્ઝેક્શનની વાત કરી અને કહ્યું કે મોબાઇલને હવે બેંક બનાવી લો અને મોબાઇલથી પેમેન્ટ કરો.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે 8 નવેમ્બરે જ્યારે નિર્ણય લીધો ત્યારે ઘણા લોકો હેરાન પરેશાન થઇ ગયા હતાં. ગરીબોને લૂંટનાર લોકો હેરાન પરેશાન થઇ ગયા. મોદીએ ફરીથી પોતાનું વચન કહ્યું કે 50 દિવસ બાદ પરેશાની ઓછી થવા લાગશે. મેં પહેલા પણ કહ્યું હતું કે 50 દિવસ સુઘી હેરાન થવાશે. દેશ માટે તમે કષ્ટ વેઠ્યો છે. 50 દિવસ બાદ આવું થશે નહીં. પીએમએ જણાવ્યું કે યૂપીના 1500 1600 ગામમાં વીજળી માટેના થાંભલા નહતાં. હવે માત્ર 7. 72 ગામ જ એવા છે, જ્યાં વીજળી નથી, અમે યૂપીના ગામમાં વીજળી પહોંચાડી છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારત સરકાર 25 ડિસેમ્બરથી એક યોજના શરૂ કરશે. 8 નવેમ્બર સુધી 25 તારીખ સુધી જો ડીજીટલ પેમેન્ટથી કઇ ખરીદ્યું છે તો એના માટે લકી ડ્રો થશે અને 15000 લોકોના ખાતામાં 1000 રૂપિયા જમા થઇ જશે. આ 100 દિનસ સુધી ચાલશે. વેપારીઓ અને ગ્રાહકો બંનેને ઇનામ મળશે. 50 રૂપિયાથી વધારે અને 3000 રૂપિયાથી ઓછા ખર્ચ કરનારને જ આ માટેનો લાભ મળશે.

પીએમ મોદીએ સમાજવાદી પાર્ટી પર પણ પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું કે યૂપીએ પરિવર્તનનો સંકલ્પ લઇ લીધો છે. યૂપીમાં ગુંડાગીરીથી પરિવર્તનની આગ છે. યૂપીના લોકો ગૂંડાગીરીથી હેરાન પરહેશાન થઇ ગયા છે. યૂપીમાં ગૂંડાગીરી કરનારને રાજ્ય સરકાર સહન કરી રહી છે.

You might also like