PM મોદીએ લોકસભામાં કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભામા સંબોધન કર્યું. વિપક્ષ સાથે એનડીએના સહયોગી ટીડીપીના વિરોધ સાથે પીએમ મોદીએ ભાષણની શરૂઆત કરી હતી. પોતાના ભાષણમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

પીએમ મોદીએ પૂર્વ પીએમ જવાહરલાલ નહેરૂ, રાજીવ ગાંધીથી લઇને રાહલુ ગાંધી સુધીને પોતાના ભાષણમાં નિશાન પર લીધા હતા. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન સતત નારેબાજી કરી હંગામો કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે માત્ર વિરોધ માટે વિરોધ કરવો ઉચિત નથી.

રાષ્ટ્રપતિ કોઇપણ પક્ષ સાથે જોડાયેલા હોતા નથી. આપણા દેશમાં અટલ બિહારી વાજપેયીના શાસનમાં પણ રાજ્યનો રચના કરવામાં આવી હતી. કોંગ્રેસે દેશના ટુકડા કર્યા. કોંગ્રેસની કિંમત હજી પણ દેશ ચુકવી રહ્યો છે. પીએમએ કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે આપણા પછી ઘણા દેશ આઝાદ થઇ ગયા પરંતુ તેઓ આપણા કરતાં આગળ નીકળી ગયા.

You might also like