શું વડાપ્રધાન ટીફિન સાથે રાખે છે : તસ્વીર થઇ રહી છે Viral

નવી દિલ્હી : શું કોઈ પ્રધાનમંત્રી પોતાનું લંચ ટિફિનમાં સાથે લઈને ચાલે છે. તસવીરમાં પીએમ નરેન્દ્ર મોદી, યૂપી ભાજપ અધ્યક્ષ કેશવ પ્રસાદ મૌર્ય અને સ્થાનિક નેતાઓની સાથે ગ્રાઉન્ડમાં જ લંચ કરતા દેખાય છે. આ તસવીર વાયરલ થઈ રહી છે. પીએમ મોદીની આ તસવીર હાલમાં સોશિયલ મીડિયા પર જોરશોરથી શેર કરવામાં આવી રહી છે.

તસવીર વારાણસીની છે. જ્યાં પીએમ મોદી, યૂપી ભાજપ અધ્યક્ષ કેશવ પ્રસાદ મૌર્ય અને સ્થાનિક નેતાઓની સાતે ગ્રાઉન્ડમાં જ લંચ કરતા જોવા મળે છે, સૌથી ચૌંકાવનારી વાત એ છે કે પીએમ મોદી પોતાનું ખાવાનું સાથે લઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મોદી હોટેલમાં ના રોકાવુ પડે તે માટે મુસાફરી દરમિયાન જ આરામ કરે છે. તે રીતે ભોજન બાબતે પણ તેઓ ખર્ચ ન થાય તે માટે પોતાનું ટીફીન જાતે જ લઇને ફરે છે.

પીએમ મોદીની આ તસવીર ભાજપના ટ્વિટર પર શેર કરવામાં આવી છે જેને 1 હજારથી વધારે વખત રિટ્વીટ કરવામાં આવી છે અને 2500થી વધારે લોકોએ લાઈક કરી છે. પીએમના કાર્યક્રમ માટે ભાજપે પોતાના કાર્યકર્તાઓને પોતાનું બપોરનું ભોજન સાથે લાવવા માટે કહ્યું હતું. કાર્યકર્તા પોતાનું ભોજન સાથે લાવ્યા તેની સાથે સાથે પીએમ પણ ટિફિન સાથે લઈને આવ્યા હતા. પીએમએ કહ્યું કે તે પણ એક કાર્યકર્તા છે.

You might also like