તાંઝાનિયા સાથે પાંચ કરાર પર હસ્તાક્ષર : સબંધો પાણી રહ્યો મહત્વનો મુદ્દો

દાર એ સલામ : આફ્રિકન દેશોનાં પ્રવાસે ગયેલા મોદી ત્રીજા પડાવમાં તાંઝાનિયા ખાતે પહોંચ્યા હતા. તાંઝાનિયાનું સૌથી મોટુ શહેર દાર એ સલામમાં મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં મોદીએ પારંપારિક ડ્રમ વગાડ્યું હતું. બંન્ને દેશનાં અધિકારી સ્તરની ચર્ચા થઇ હતી. મોદીએ સોલર મમાઝનાં નામથી પ્રખ્યાત ગ્રામ્ય વિસ્તારની મહિલા સોલર એન્જિનિયર્સની મુલાકાત લીધી હતી.

તાંઝાનીયામાં મહિલા સોલાર એન્જિનિયર્સને ભારત સરકારે એક પ્રોગ્રામમાં સોલર લાલટેન અને સૌરઉર્જાથી ચાલતી લાઇટ સિસ્ટમની માહિતી અને તેનાં મેન્ટેનન્સ માટેની ટ્રેનિંગ પ આપી હતી. ડરબનથી દાર એ સલામ વડાપ્રધાન મોદી મોડી રાત્રે પહોંચ્યા હતા. એપોર્ટ પર મોદીનું વડાપ્રધાન કાસિમ મઝાલીવા અને ફોરેન મિનિસ્ટર બર્નોડેએ સ્વાગત કર્યું હતું.

દાર એ સલામમાં વડાપ્રધાન મોદીનું ભવ્યસ્વાગત ઉપરાંત કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જ્યાં મોદીએ ડ્રમ પણ વગાડ્યું હતું. મોદીનાં તાંઝનિયા પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય બંન્ને દેશો વચ્ચે સંબંધો વધારે મજબુત કરવાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ભારત અને તાંઝનીયા વચ્ચે પાંચ મહત્વનાં કરાર
– ઝાંઝીબાર વોટર સપ્યાલ સિસ્ટમમાં સુધારો કરવામાં આવશે.
– વોટર રિસોસ્ટ મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટ ક્ષેત્રે Mou પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
– ઝાંઝીબારમાં વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર ખોલવા અંગે પણ એમઓયું થયા.
-નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રી અને કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તાંઝાનિયા વચ્ચે કરાર થયા.
– ડિપ્લોમેટિક અને ઓફિશ્યલ પાસપોર્ટ હોલ્ડર અંગેનાં પણ એમઓયું થયા.

You might also like