દાણના ભાવવધારાના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા આમરણાંત ઉપવાસની જાહેરાત

પાલનપુર: બનાસકાંઠાની બનાસડેરી દ્વારા બનાસદાણમાં ભાવ વધારાને મામલે બનાસકાંઠા આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ ભેમાભાઈ ચૌધરી, ઇન્દ્રભાઈ તુવર અને પ્રશાંતભાઈ ચૌધરી સહીતના કાર્યકરોએ આજે આમરણાંત ઉપવાસ ઉતર્યા છે. જીલ્લા કલેક્ટર અને બનાસડેરીનાં સત્તાધીશો સહિત વહીવટીતંત્રને રજુઆત કરવા છતા પરિણામ શુન્ય હોવાની રજૂઆત કરી હતી.

બનાસડેરી દ્વારા બનાસ દાણમાં ભાવ વધારાનો મામલો ગરમાયો છે અને આ મામલાએ રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. સતત 6 માસમાં દાણમાં ભાવ વધારાને મામલે આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ જીલ્લા કલેક્ટર અને બનાસડેરી સત્તાધીશોને દાણના ભાવ ઘટાડવાને મામલે આવેદનપત્ર આપી લેખિતંમા રજુઆત કરાઈ હતી અને ભાવ ઘટાડવા માટે 10 દીવસનું અલ્ટીમેટ્મ આપ્યું હતુ.

જો કે જીલ્લા કલેક્ટર અને બનાસડેરી દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી ના થતા આમ આદમી પાર્ટી દ્વારા રેલી યોજી અને જીલ્લા કલેક્ટરને આવેદનપત્રનો કાર્યક્રમ અપાયો હતો, પરંતુ રેલીની મંજુરી ન હોવાને મુદ્દે પોલીસ દ્વારા આમઆદમી પાર્ટીનાં કાર્યકરોની અટકાયત કરાઈ હતી અને ત્યારબાદ છોડી મુકાયા હતાં. જો કે દાણના ભાવ ઘટાડવાને મુદ્દે 3 દિવસના પ્રતિક ઉપવાસ બાદ પણ આપની માંગણી ધ્યાને ન લેવાતા આજે દાણના ભાવ વધારાના વિરોધમાં પાલનપુર કલેક્ટર કચેરી બહાર જ આપના ભેમાભાઈ ચૌધરી સહીતના કાર્યકરોએ આમરણાંત ઉપવાસની જાહેરાત કરી હતી.

અને જ્યાં સુધી બનાસડેરી ના સતાઘીસોં દ્વારા દાણ મા ભાવ વધારો પાછો નહી ખેચાય ત્યાં સુધી આમરણાંત ઉપવાસ પર બેસી ભાવ વધારા નો વિરોધ કરાસે.જો કૈ દાણ નાં ભાવ વધારા નાં મુદ્દે બનાસડેરી ના સત્તાઘીસોં કાઈ પણ કહેવાનું ટાળી રહ્યાં છે.

You might also like