રાષ્ટ્રપતિ અાજથી ગુજરાતના મહેમાન

અમદાવાદ: રાષ્ટ્રપપતિ પ્રણવ મુખર્જી અાજથી ગુજરાતની ત્રણ દિવસ ગુજરાતના મહેમાન બન્યા છે. અા ત્રણ દિવસ દરમિયાન તેઅો અાણંદ, અમદાવાદ, સોમનાથ, દીવ અને દ્વારકાની મુલાકાત લેશે. અા કાર્યક્રમ અંતર્ગત તેઅો હાલ અાણંદ ખાતે અમૂલના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના ઉદઘાટન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

તેઅોએ અમૂલના અાર્ટ અોફ ફીડ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું. અા ઉદઘાટન કાર્યક્રમ બાદ તેઅો અમદાવાદ અાવ્યા હતા. અમદાવાદ સ્થિત અાઈઅાઈએમ-એ ખાતે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ઇગ્નાઈટ એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં હાજર રહેશે.જેમાં ક્રિય‍ેટિવ બાળકો તેમજ અાઈઅાઈએમ-એના ફેકલ્ટી અને વિદ્યાર્થીઅો સાથે વાર્તાલાપ કરશે. ત્યાર બાદ તેઅો ગાંધીનગર રાજભવન ખાતે જશે.

રાષ્‍ટ્રપતિ પ્રણવ મુખર્જી તા. એક ડિસેમ્બરને અાવતી કાલે સવારે સાબરમતી અાશ્રમની મુલાકાત લેશે જ્યાં તેઅો ગાંધીજીના ભૂતકાળ સાથે સંકળાયેલી વાતોથી વાકેફ થશે. સાબરમતી અાશ્રમની મુલાકાત બાદ તેઅો ગૂજરાત વિદ્યાપીઠ ખાતે વિદ્યાર્થીઅોના પદવીદાન સમારોહમાં ઉપ્‍ાસ્થિત રહેશે.

રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમમાં ગૂજરાત વિદ્યાપીઠમાં સંસ્થાના 905 વિદ્યાર્થીઅોને પદવી અાપવામાં અાવશે. અા પ્રસંગે રાષ્ટ્રપતિ મુખર્જીની સાથે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ઈલાબહેન ભટ્ટ અને કુલનાયક ડૉ. અનામિક શાહ પણ હાજર રહેશે.

વિદ્યાપીઠના પ્‍ાદવીદાન સમારોહ બાદ તેઅો સૌરાષ્ટ્રના સોમનાથ જશે, જ્યાં તેઅો સુપ્રસિદ્ધ ‍સોમનાથ મહાદેવના મંદિરનાં દર્શન કરશે. ત્યાર બાદ તેઅો દીવ જવા રવાના થશે. દીવ ખાતે દીવ પ્રશાસન દ્વારા સૌપ્રથમ વખત અાયોજિત એશિયાના સૌથી લાંબા બીચ ફેસ્ટિવલ ”ફેસ્ટિયા દ દીવ”નું ઉદઘાટન કરીને તેને ખુલ્લો મૂકશે. અા ફેસ્ટિવલ અઢી મહિના એટલે કે 77 દિવસ સુધી ચાલશે.
દીવના ફેસ્ટિયા દ દીવના ઉદઘાટન બાદ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી બુધવારે સવારે દ્વારકા જશે, જ્યાં ભગવાન દ્વારિકાધીશનાં દર્શન કરીને દિલ્હી જવા રવાના થશે.

You might also like