કેન્દ્ર સરકારના સચિવોથી પણ ઓછું છે રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિનું વેતન

નવી દિલ્હી: 7નું વેતન આયોગ લાગુ થયા બાદ પણ રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિનું માસિક વેતન દેશના ઉચ્ચ નોકરશાહોની સરખામણીમાં ખૂબ જ ઓછું છે. ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલોના વેતન ભથ્થામાં વધારો કરવા માટે એક વર્ષ પહેલા પ્રસ્તાવની વ્યૂહરચના તૈયાર કરી હતી. પરંતુ હજુ સુધી એની પર કેબિનેટની મંજૂરી મળી શકી નથી. એનામાં કાયદામાં સંશોધન થઇ શક્યું નથી.

હાલમાં રાષ્ટ્રપતિનું માસિક વેતન 1.5 લાખ, ઉપરાષ્ટ્રપતિનું 1.25 સાખ અને રાજ્યપાલનું 1.10 લાખ રૂપિયા છે. આ ઉપરાંત એમને માસિક ભથ્થા અને અન્ય સુવિધાઓ પણ મળે છે. એમનું વેતન વધારવા માટે ગૃહ મંત્રાલયે પોતાના પ્રસ્તાવ પર કેબિનેટ મંજૂરીની રાહ જોઇ રહ્યા છે.

કેન્દ્રીય કેબિનેટના સચિવ દેશના સૌથી મોટા નોકરશાહ હોય છે. 1 જાન્યુઆરી 2016એ 7 મું વેતન આયોગ લાગૂ થયા બાદ એમનું વેતન 2.5 લાખ પ્રતિ માસ થઇ ગયું છે. જ્યારે કેન્દ્ર સરકારમાં કોઇ સચિવને 2.25 લાખ રૂપિયા પ્રતિમાસ મળે છે.

પ્રસ્તાવનો કાયદો બન્યા બાદ રાષ્ટ્રપતિનું વેતન 5 લાખ રૂપિયા પ્રતિમાસ, ઉપરાષ્ટ્રપતિનું વેતન 3.5 લાખ રૂપિયા પ્રતિમાસ અને રાજયપાલનું વેતન 3 લાખ રૂપિયા પ્રતિમાસ થઇ શકે છે.

જણાવી દઇએ કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલોનું વેતન છેલ્લી વખત 2008માં વધ્યું હતું, જ્યારે સંસદે ત્રણ ગણી વધારાની મંજૂરી આપી હતી. વર્ષ 2008 સુધી રાષ્ટ્રપતિનું વેતન 50,000 રૂપિયા, ઉપરાષ્ટ્રપતિનું 40,000 રૂપિયા અને રાજ્યપાલનું 36,000 રૂપિયા હતું.

You might also like