બગીથી સંસદ પહોંચ્યા રાષ્ટ્રપતિ, જૂની પરંપરા ફરીથી થઇ જીવીત

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ ભવનથી સંસદ સુધીનું અંતર કાપવા માટે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ બગીનો ઉપયોગ કર્યો છે. સંસદમાં રાષ્ટ્રપતિએ શરૂ થવા જઇ રહેલા બજેટ સત્ર માટે બંને સદનને સંયુક્ત રીતે સંબોધિત કરી. ગોલ્ડ કોટેડરાષ્ટ્રપતિની બગીને ઘોડા ખેંચી રહ્યા હતાં.

રાષ્ટ્રપતિની બગી સાગના લાકડાની બનેલી હતી અને એમાં 6 ઘોડા જૂતા હતાં. બગી સાથે કેવેલરી રેજિમેન્ટના રાષ્ટ્રપતિના અંગરક્ષક ચાલી રહ્યા હતાં.

બગીમાંથી ઉતર્યા બાદ પારંપારિક દૂલુસ હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને સ્પીકર સુમિત્રા મહાજનની સાથે મુખર્જી સેન્ટ્રલ હોલ ગયા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે બગીનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિએ જૂની પરંપરાને જીવંત કરી દીધી છે. તેમણે વિજય ચોક પર બીટિંગ સેરેમની અને રાજપથ પર ગણતંત્ર દિવસ ની પરંડ માટે પણ બગીનો ઉપયોગ કર્યો હતો.

You might also like