રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ અમદાવાદમાં સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે.રામનાથ કોવિંદ અમદાવાદ ગાંધી આશ્રમની મુલાકાત લેવાના હોઈ પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે પોલીસ દ્વારા ખાસ રિહર્સલ ગોઠવવામાં આવ્યું હતું..રાષ્ટ્રપતિના આગમન અને રોકાણ દરમિયાન કોઈ
અનિચ્છનીય બનાવ ન બને તે માટે 1 એડિશનલ પોલીસ કમિશનર, 2 ડીસીપી, 17 પીઆઈ, 31 પીએસઆઈ સહિત કુલ 3000 પોલીસ રાષ્ટ્રપતિના રૂટ પર તૈનાત કરવામાં આવ્યા હતા.

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિવારે બપોરે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચેલા રાષ્ટ્રપતિ કોવિંદનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ તેઓ સીધા સાબરમતી ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. અહીં તેમણે ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરી વૃક્ષારોપણ પણ કર્યું હતું.

અહીં કોવિંદે મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલહાર કરી હ્રદયકુંજની મુલાકાત લીધી હતી. એ દરમિયાન વિદ્યાર્થીઓએ ગાંધીજીને પ્રિય ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ ગાયું હતું. તેમણે આશ્રમની વિઝિટર બુકમાં સંદેશો લખ્યો હતો. આશ્રમ વતી કોવિંદને ચરખાની પ્રતિકૃતિ અને એમની આત્મકથા ભેટ આપવામાં આવી હતી.જ્યારે આવતી કાલે રાષ્ટ્રપતિ સૌરાષ્ટ્રની મુલાકાતે લેશે.

ગાંધી આશ્રમની મુલાકાત બાદ રાષ્ટ્રપતિ કોવિંદ હેલિકોપ્ટર દ્વારા મહેસાણાની યાત્રા કરશે. જે બાદ તેઓ શ્રીમાનઘર સ્વામી જૈન સંઘમાં પદ્મસાગર મહારાજના જન્મદિવસના કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ 8 વાગ્યે ગાંધીનગર રાજભવન ખાતે ભોજન કરશે. જ્યારે આવતી કાલે સોમવારે સવારે 9 વાગ્યે કોવિંદ સૌરાષ્ટ્ર જવા રવાના થશે. તેઓ જશદણ પાસે આવેલા મંદિરની મુલાકાત લેશે. સોમવારે સાંજે રાજકોટ એરપોર્ટ પરથી તેઓ દિલ્હી જવા રવાના થશે.

You might also like