રાષ્ટ્રપતિ કોવિંદનું પ્રથમ સંબોધન- ન્યૂ ઇન્ડિયામાં ગરીબીને કોઈ સ્થાન નહીં

રામનાથ કોવિંદે સોમવારે સ્વતંત્રતા સેનાનીઓથી પ્રેરણા લઇને આગળ વધવાનું આહ્વાન કર્યું. તેમણે જણાવ્યું હતું કે દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનાર વીર સ્વતંત્રતા સેનાનીઓ પાસેથી પ્રેરણા લઇને આગળ વધવાનો સમય છે. આજે દેશ માટે કંઇક કરી બતાવાની ભાવનાની સાથે રાષ્ટ્ર નિર્માણમાં જોડાવવાનો સમય છે. સ્વતંત્રતા દિવસની 70 મી વર્ષગાંઠ પર પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ કોવિંદે ક્હ્યું કે, ‘સ્વતંત્રતા નૈતિકતા પર આધારિત નીતિઓ અને યોજનાઓ લાગુ કરવા પર તેમનું ભાર, એકતા અને અનુશાસન તેમની દ્રઢ વિશ્વાસ, વારસો અને વિજ્ઞાનના સમન્વયમાં તેમણી આસ્થા, પદ્ધતિ પ્રમાણે શિક્ષણ અને પ્રોત્સાહન, આ બધા જ મૂળમાં નાગરિકો અને સરકાર વચ્ચે ભાગીદારીની કલ્પના હતી.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘આ ભાગીદારી અમારા રાષ્ટ્ર-નિર્માણનો આધાર રહી છે- નાગરિક અને સરકારની વચ્ચે ભાગીદારી, વ્યક્તિ અને સમાજની વચ્ચે ભાગીદારી, કુટુંબ અને એક મોટા સમુદાયની વચ્ચે ભાગીદારી.’ તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્ર નિર્માણ માટે આવા કઠણ લોકો સાથે બધાને જુડવું જોઈએ, સાથે સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયત્નોનો લાભ દરેક વિભાગો સુધી પહોંચવા માટે તેની સાથે મળીને કામ કરવું જોઈએ. આ માટે નાગરિકો અને સરકારની વચ્ચે ભાગીદારી મહત્વપૂર્ણ છે.

રાષ્ટ્રપતિએ સરકારના ‘સ્વચ્છ ભારત’ અભિયાન, ‘ખુલ્લામાં શોચથી મુક્ત’ કરવા, ઇન્ટરનેટનો યોગ્ય ઉદ્દેશ્યનો ઉપયોગ કરવો, ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘સરકાર કાયદો બનાવી શકે છે, લાગૂ કરી શકે છે અને મજબૂત કરી શકે છે પરંતુ, તેનું પાલન કવાની તમામની જવાબદારી છે. સરકારે પારદર્શિતા પર ભાર મૂક્યો છે, સરકાર નિમણૂંક અને સરકારી ખરીદીમાં ભ્રષ્ટાચાર સમાપ્ત કરી રહી છે, પરંતુ રોજિંદા જીવનમાં પોતાની અંત:કરણને સાફ રાખતા કાર્ય કરવું, કામની સંસ્કૃતિને પવિત્ર બનાવી રાખવી દરેકની જવાબદારી છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, ગાંધીજીએ જે સિદ્વાંતોને અપનાવવાની વાત કરી હતી. તે આપણા માટે આજે પણ પ્રાસંગિક છે. નેતાજી સુભાષ ચંદ્ર બોસે તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા નું આહ્વાન કર્યું હતું. નહેરુજીએ આપણને શીખવાડ્યું કે, ભારતની વર્ષો જૂની વિરાસતો અને પરંપરાઓ આધુનિક સમાજના નિર્માણના પ્રયાસોમાં સહાયક થઇ શકે છે. તેમણે કહ્યું કે, સરદાર પટેલે પણ આપણને રાષ્ટ્રીય એકતા અને અખંડતાના મહત્વ પ્રત્યે જાગરૂક કર્યા. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે પણ આપણને બંધારણના દાયરામાં રહીને કામ કરવા અને કાયદાના શાસનની અનિવાર્યતાના વિષયમાં સમજાવ્યું. અનેકતામાં એકતા કેવી સર્વોપરિ છે. તેમણે કહ્યું કે, સ્વતંત્ર ભારતનું સપનુ આપણા ગામ, ગરીબ અને દેશના સમગ્ર વિકાસનું સપનું હતું.

રાષ્ટ્રપતિએ જીએસટી અને નોટબંધીનો ઉલ્લેખ કરતા આની સફળતા માટે દેશવાસીઓના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, નોટબંધી દરમિયાન લોકોએ ઘૈયનો પરિચય આપ્યો. નોટબંધીથી લોકોમાં પ્રમાણિકતાની પ્રવૃત્તિ વધી છે. દેશના લોકોએ જીએસટીને ખુશી ખુશીથી અપનાવ્યો છે. આ તકે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ન્યૂ ઇન્ડિયાના સપનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ન્યૂ ઇન્ડિયા બનાવવાના લક્ષ્યને પુરો કરવાનો રાષ્ટ્રીય સંકલ્પ હોવો જોઇએ.

You might also like