સ્વતંત્રતા દિવસના પૂર્વ સંધ્યા પર દેશને સંબોધતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ…

દેશના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ થોડા સમયે સ્વતંત્રતા દિવસના પૂર્વ સંધ્યાએ દેશને સંબોધન કરશે. સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રપતિ તરીકે આ તેમનું પ્રથમ સંબોધન હશે. છેલ્લી 25 જુલાઇના રોજ રામનાથ કોવિંદે દેશના 14માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા અને તે દેશના બીજા દલિત રાષ્ટ્રપતિ છે. તેમની પહેલા આર નારાયણન દેશના પહેલા દલિત રાષ્ટ્રપતિ બન્યાં હતા.

રામનાથ કોવિંદ દેશના પ્રથમ આવા રાષ્ટ્રપતિ છે જે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની પૃષ્ઠભૂમિ સાથે સંકળાયેલા છે. રાષ્ટ્રપતિ બન્યા પહેલાં તે રાજ્યપાલ પદ પર હતા. કેન્દ્રની મોદી સરકારના સમર્થન પછી તેમને એનડીએના ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિજય મળી હતી. યુપીએએ ચૂંટણીમાં તેમની વિરુદ્ધ બાબુ જગજીવન રામની દીકરી અને પૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમારને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.

રાષ્ટ્રપતિ દેશ માટે સંબોધનમાં સરકારની નીતિઓ અને સમાજ કલ્યાણ યોજનાઓ વિશે દેશને જણાવશે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજી એગ્રેજીમાં રાષ્ટ્ર માટે સંબોધન આપતા હતા.

You might also like