પુતિને વડાપ્રધાનને ભેટમાં આપી મહાત્મા ગાંધીની ડાયરી અને તલવાર

મોસ્કો: રશિયાની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને નરેન્દ્ર મોદીને મહાત્મા ગાંધીની ડાયરીનું એક પાનું અને 18મી સદીની ભારતીય તલવાર ભેટ સ્વરૂપે આપી છે. પીએમઓ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘રશિયાના રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહાત્મા ગાંધીની ડાયરીનું એક પાનું ભેટમાં આપ્યું હતું. આ પાનામાં ગાંધીએ પોતે કંઇક લખ્યું છે.’

પુતિને નરેન્દ્ર મોદીને બંગાલ પ્રાંતની 18મી સદીની ભારતીય તલવાર ભેટમાં આપી હતી. આના પર ચાંદીની કલાકૃતિ છે. આ પહેલાં નરેન્દ્ર મોદી બુધવારે બે દિવસીય રૂસ યાત્રા પર મોસ્કો પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન તે 16મી ભારત-રશિયા વાર્ષિક સંમેલનની બેઠકમાં ભાગ લેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂવારે બંને દેશો વચ્ચે વાતચીત બાદ ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થવાના છે. જેમાં બિઝનેસ મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. નરેન્દ્ર મોદી અને પુતિન ક્રેમલિનમાં ભારત અને રશિયાના મુખ્ય કાર્યકારી અધિકારીઓ (સીઇઓ)ના એક પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરશે. નરેન્દ્ર મોદી રશિયામાં ભારતીય સમુદાયના સભ્યોને મળશે.

નરેન્દ્ર મોદીની પ્રવાદી યાદીમાં ગુરૂવારે મોસ્કોમાં નેશનલ ક્રાઇસિસ મૅનેજમેન્ટ સેન્ટર (એનસીએમસી)નો પ્રવાસ પણ સામેલ છે. એનસીએમસી એક બહુસ્તરીય સમંવય કેન્દ્ર છે, જેને ઉમરજન્સીની સ્થિતિમાં લોકોને ખતરાનો એલર્ટ આપવાના ઉદ્દેશ્યથી તૈયાર કરવામાં આવી છે.

રશિયા અને ભારત સંયુક્તરૂપથી 200 કામોવ-226ટી હેલિકોપ્ટરનું નિર્માણ કરશે. આને રક્ષાક્ષેત્ર પીએમ મોદીના મેક ઇન ઇન્ડિયાના હેઠળ મોટું પગલું ગણવામાં આવી રહ્યું છે. ભારત અને રશિયા વચ્ચે રણનીતિક સંબંધોમાં વિસ્તાર થશે. ખાસકરીને પરમાણું ઉર્જા, હાઇડ્રોકાર્બન,રક્ષા અને વેપારક્ષેત્રમાં. આ પહેલાં રક્ષા મંત્રાલયના સૂત્રોએ કહ્યું હતું કે ભારત રશિયા તરફથી તેને બીજી પરમાણું સબમરીન ભાડે આપવાની સંભાવનાઓ શોધી રહ્યું છે.

You might also like