પ્રણવ મુખર્જીએ લીધી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની મુલાકાત

અમદાવાદ : ત્રણ દિવસની ગુજરાતની અધિકારીક મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સોમનાથ જ્યોર્તિલિંગની મુલાકાત લીધી હતી. 12 જ્યોર્તિલિંગ પૈકીનું પહેલુ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં મુખર્જીએ દર્શન કર્યા હતા.મુખર્જીએ મહાદેવને જળ અર્પણ કરીને પુજા અર્ચના કરી હતી. મુખર્જીએ સોમનાથમાં પ્રસાદી પણ લીધી હતી અને ત્યાર બાદ થોડો આરામ કર્યા બાદ તેઓ દિવ જવા માટે રવાના થયા હતા. અત્રે ઉલ્લેખનીય છેકે દિવમાં ‘દિવ ફેસ્ટીવલ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કરવાનાં છે.
વિશ્વનાં ટ્રાવેલ ડેસ્ટિનેશન્સમાં જેનું સ્થાન આવે છે તેવું દિવ હંમેશાથી વિદેશી પર્યટકોને આકર્ષતું રહ્યું છે. જો કે ગોવાનાં પ્રમાણમાં હજી પણ વિદેશી પર્યટકોમાં દિવ પ્રત્યે ઉદાસીનતા જોવા મળે છે. જેથી પ્રવાસીઓને આકર્ષવા માટે દિવમાં ભવ્ય દિવ ફેસ્ટીવલનુ આયોજન વર્ષાંતે કરવામાં આવતું હોય છે. 77 દિવસ સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં દેશ અને વિશ્વનાં ખ્યાતનામ કલાકારો પર્ફોમ કરશે. દિવમાં રોકવા અને અન્ય સગવડ માટે વેબસાઇટ પણ લોન્ચ કરવામાં આવી છે.

You might also like