રાષ્ટ્રપતિ, વડાપ્રધાને ડૉ. આંબેડકરની પુણ્યતિથિ પર તેમણે યાદ કર્યા

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારી, વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓએ આજે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને તેમની 60 પુણ્યતિથિના અવસર પર યાદ કર્યા હતા. આજનો દિવસ ‘મહાપરિનિર્વાણ દિવસ’ના રૂપમાં ઉજવવામાં આવે છે.

પ્રણવ મુખર્જી, હામિદ અંસારી અને નરેન્દ્ર મોદીએ દલિત ઉત્થાન માટે કામ કરનાર બાબા સાહેબની સંસદ ભવનના બગીચામાં આવેલી પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પિત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાબા સાહેબ આંબેડરકરની પ્રતિમા સાથે ખેંચેલો ફોટો પોતાના ટ્વિટર પર અપલોડ કર્યો અને લખ્યું કે ‘ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ પર તેમને સ્મરણ કરંર છું.’ અન્ય લોકોની સાથે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રે ટી સી ગેહલોત પણ આ અવસર પર હાજર રહ્યાં હતા. આંબેડકરની યાદમાં દેશના અલગ-અલગ ભાગોમાં અલગ-અલગ કાર્યોક્રમો આયોજિત કરવામાં આવી રહ્યાં છે.

ભારતીય સંવિધાનના મુખ્ય રચનાકાર બાબા સાહેબ આંબેડકરે છ ડિસેમ્બર 1956ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. તેમનો જન્મ 14 એપ્રિલના રોજ મધ્યપ્રદેશના મહૂમાં થયો હતો.

You might also like