રાષ્ટ્રપતિનો વિદાય સમારંભ, પીએમ સહિત સાંસદોએ આપી વિદાય

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી માટે રવિવાર સાંજે સંસદમાં વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંસદના સેન્ટ્રલ હોલમાં વિદાય કાર્યક્રમમાં હાજરી આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન સહિત બંને ગૃહના સભ્યો હાજર રહ્યા હતા. સોમવારે પ્રણવ મુખર્જીનો કાર્યકાળનો છેલ્લો દિવસ છે. નવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 25 જુલાઇના રોજ શપથ લેશે.

રાષ્ટ્રપતિના વિદાય કાર્યક્રમમાં લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને વિદાયમાં ભાષણ આપ્યું. મહાજને ભાષણમાં કહ્યું અમે બધા તમારી વિદાય સમારંભ માટે એકત્રિત થયા છીએ. તમારી જિંદગી પશ્વિમ બંગાળના એક ગામથી શરૂ થઇ. કોલેજ પ્રોફએસરથી તમે રાજનેતા બન્યા. અને દરેક ફીલ્ડમાં સપળતા મેળવી. દેશના રાજકારણમાં તમારું મહત્વનું યોગદાન છે. તમને સંવિધાનનું વિશેષ જ્ઞાન રહ્યું. આવનારા સાસંદ તમારી પાસેથી ઘણુ બધુ શીખી શકે છે. ગરીમાથી ભરેલો રહ્યો તમારો 5 વર્ષનો કાર્યકાળ. રાજકારણમાં પણ તમે ઘણા પદો પર કામ કર્યું અને તમને પદ્મવિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા. વિદેશોમાં પણ તમને સમ્માન મળ્યું. સંસદીય પરંપરાઓને બનાવી રાખવા માટે તમે મહત્વની ભૂમિકા નિભાવી. રાષ્ટ્રપતિને સુમિત્રા હાજને વિદાય ભાષણ ભેટ આપી.

હામિદ અંસારીએ કહ્યું અમે પ્રણવ મુખર્જીને પ્રણવજાના રૂપમાં વધારે ઓળખીએ છીએ. સાંસદ તરીકે 1997માં એમણે સર્વશ્રષ્ઠ સાંસદ પુરસ્કાર મળ્યો. એમણે એક વખત કહ્યું હતું કે પાર્લામેન્ટમાં ડિબેટ, ડિસેન્ટ અને ડિસ્કશન હોવું જોઇએ પરંતુ ડિસ્ટ્રક્શન નહીં.

સુમિત્રા મહાજને સંસદ તરફથી પ્રણવ મુખર્જીને મોમેન્ટો ભએટ આપી અને સાસંદોની સહી વાળી કોફી ટેબલ બુક આપી. પ્રણવ મુખર્જીએ કહ્યું કે આટલો જોરદાર ફેરવેલ કાર્યક્રમનું આયોજન કરવા માટે તમારો આભાર. આ લોકતંત્રનું મંદિર છે. સંવિધાને આપણને ઘણા વાતો શિખવાડી છે. આપણું સંવિધાન માત્ર સંવિધાન નથી, પરંતુ એ એક અરબથી વધારે લોકોની આશાઓ છે. જ્યારે હું પહેલી વખત 48 વર્ષ પહેલા અહીંયા આવ્યો હતો ત્યારે 38 વર્ષનો હતો. રાજ્યસભામાં પણ રહ્યો. છેલ્લા 37 વર્ષમાં મેં લોકસભા અને રાજ્યસભામાં સેવાઓ આપી. 5 વખત રાજ્યસભામાં રહ્યો.

ઇન્દિરા ગાંધી ખૂબ નિડર હતી. ઇમરજન્સી બાદ અમે પહેલી વખત સાથે લંડન ગયા. મને સૌભાગ્ય મળ્યું છે કે દેશની સેવાઓ કરી શક્યો. તમામ લોકો એક જ સંવિધાનને માને છે, આ જ દેશની સુંદરતા છે. બંને સદનોનો અવાજ આ દેશની જનતાની અવાજ બને છે. હું મોદી એનર્જીનો ચાહક છું. એમની સાથે ખૂબ જ સારી યાદો લઇને જઇ રહ્યો છું.

પ્રણવ મુખર્જીની સ્પીચ બાદ રાષ્ટ્રગીત ગવાયું અને ત્યારબાદ હાઇટીનો પ્રોગ્રામ શરૂ થયો.

http://sambhaavnews.com/

You might also like