ખોડલધામના ચેરમેન નરેશ પટેલના કથિત રાજીનામાનો મામલે પ્રમુખ પરેશ ગજેરાનો ખુલાસો

ખોડલધામના ચેરમેન નરેશ પટેલના કથિત રાજીનામા મામલે પ્રમુખ પરેશ ગજેરાએ ખુલાસો કર્યો છે. જો કે નરેશ પટેલના રાજીનામાની વાત પર પરેશ ગજેરાના જવાબ નરોવા કુંજરવા જેવા હતા. કારણકે તેઓએ ચેરમેનના રાજીનામાની વાત પર અસ્પષ્ટ જવાબ આપ્યો હતો. તેઓએ કહ્યું હતું કે, નરેશ પટેલ રાજીનામુ આપશે તો પણ અમે સ્વીકારીશું નહીં. કારણકે તેઓ ખોડલધામના સર્વેસર્વા છે.

ખોડલધામના ચેરમેન નરેશ પટેલના કથિત રાજીનામાના મામલે સૌરાષ્ટ્રમાં વિવિધ વિસ્તારમાં નરેશ પટેલને લોકોએ સમર્થન આપ્યુ છે. ધોરાજી, ગોંડલ, જેતપુરમાં વિવિધ સમિતિમાંથી આગેવાનોએ રાજીનામા આપ્યા છે. નરેશ પટેલ રાજીનામુ ન આપે તેવી માગ સાથ તમામ લોકો ખોડલધામ કાગવડ ખાતે ઉપવાસ આંદોલન કરશે. આ ઉપરાંત વડોદરાથી પાસના અગ્રણી નેતા સંજય પટેલ રાજકોટ જશે અને તેઓ પણ નરેશ પટેલના સમર્થનમાં ઉપવાસ આંદોલનમાં જોડાશે.

ઉલ્લેખનીય છે કે ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન નરેશ પટેલે રાજીનામું આપ્યું હતું. અંગત કારણોસર નરેશ પટેલે રાજીનામું આપ્યું હતું. નરેશ પટેલ નિવૃતિનાં માર્ગ તરફ જઇ રહ્યાં છે. નરેશ પટેલનાં રાજીનામાંને લઇને પટેલ સમાજ અને રાજકારણ ક્ષેત્રમાં ઘણો મોટો ખળભળાટ મચી ગયો હતો. ટ્રસ્ટનાં આંતરિક રાજકારણથી નરેશ પટેલ વ્યથિત થયા હોય એવું લાગે હતું.

You might also like