તુર્કી પર રાષ્ટ્રપતિ એર્દોગનનો કબજોઃ જનમત સંગ્રહમાં વિજય

અંકારા: તુર્કીમાં પ્રેસિડેન્શિયલ સિસ્ટમ લાવવાને લઈને કરાવવામાં આવેલા જનમત સંગ્રહમાં તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગન વિજયી જાહેર થયા છે, જ્યારે વિરોધ પક્ષોએ જનમત સંગ્રહના પરિણામને પડકારવાનો નિર્ણય કર્યો છે.
ઈસ્તંબુલમાં પોતાના સત્તાવાર નિવાસસ્થાને તૈયફ એર્દોગને જણાવ્યું છે કે જનમત સંગ્રહમાં વિજય બાદ સરકારમાં લશ્કરી હસ્તક્ષેપના તુર્કીના લાંબા ઈતિહાસનો રસ્તો હંમેશાં માટે બંધ થઈ ગયો છે. તેમણે જણાવ્યું છે કે અમને ૨.૫ કરોડ વોટ મળ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે ઈતિહાસમાં પ્રથમવાર તુર્કીએ આ પ્રકારના એક મહત્ત્વપૂર્ણ પરિવર્તન પર સંસદ અને લોકોની ઈચ્છા અનુસાર નિર્ણય કરવામાં આવ્યો છે. તુર્કી પ્રજાસત્તાકના ઈતિહાસમાં પ્રથમવાર અમે નાગરિક શાસનમાં માધ્યમથી અમારી સત્તારૂઢ સિસ્ટમને બદલી રહ્યા છીએ. તેનું કારણ એ છે કે આ અત્યંત મહત્ત્વપૂર્ણ જનમત સંગ્રહ છે.
જ્યારે મુખ્ય વિરોધ પક્ષ રિપબ્લિકન પિપલ્સ પાર્ટીના પ્રમુખ કેમાલ કિલિક ડારોગ્લુએ જણાવ્યું છે કે જનમત સંગ્રહની કાયદેસરતા શંકાસ્પદ છે અને જે લોકોએ ‘હા’ની તરફેણમાં સમર્થન કર્યું છે તેમાં એવું હોઈ શકે કે તેમણે કાયદાની મર્યાદાથી ઉપરવટ જઈને જનમત સંગ્રહનું સમર્થન કર્યું હોય. તેમણે જણાવ્યું છે કે અમારા પક્ષને જ્યારે એવી ખબર પડી હતી કે મહોર વગરના મતપત્રોની પણ ગણતરી થઈ રહી છે ત્યારે અમે પહેલેથી જ ૬૦ ટકા વોટની ફેર મત ગણતરી કરવાની માગ કરી હતી.

જનમત સંગ્રહમાં વિજય હાંસલ કર્યા બાદ તૈયપ એર્દોગને જણાવ્યું છે કે વિરોધ પક્ષો સહિત તમામે જનમત સંગ્રહના પરિણામોનો આદર કરવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે ૯૯ ટકા મતોની ગણતરી બાદ ૫૧.૩ ટકા લોકોએ ‘હા’ની તરફેણમાં મતદાન કર્યું છે.

http://sambhaavnews.com/

You might also like