કેન્દ્રીય મંત્રી નઝમા હેપતુલ્લાનું રાજીનામું રાષ્ટ્રપતિએ સ્વિકાર્યું

નવી દિલ્હી : એક ચોંકાવનારા ઘટનાક્રમમાં લધુમતિ મુદ્દાનાં કેન્દ્રીય મંત્રી નઝમા હેપતુલ્લાએ મંગળવારે સાંજે મોદી કેબિનેટમાંથી રાજનામું આપી દીધું હતું. કેન્દ્રીય કેબિનેટમાં સૌથી ઉંમરલાયક મંત્રી નઝમાં હતા. તે 75 વર્ષને પાર કરી ચુકેલા મંત્રીઓ પૈકીનાં એક હતા.

બીજી તરફ તેનાં સહયોકી મુખ્તાર અબ્બાસ નકવીને પ્રમોશન મળ્યું અને તેમનેલધુતી મુદ્દાનું મંત્રાલય રાજ્યમંત્રીનો સ્વતંત્ર પ્રભાર આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા પણ તેની પૃષ્ટી કરવામાં આવી છે.

નઝમા હેપતુલ્લા કેબિનેટમાં ફેરબદલનાં દિવસો વિદેશમાં હોવાનાં કારણે રાજીનામુંનહોતા આપી શક્યા. શહેરી વિકાસ રાજ્યમંત્રી બાબુલ સુપ્રીયોનું મંત્રાલય બદલી દેવામાં આવ્યું છે. તેમને શહેરી વિકાસથી હટાવીને ભારેઉદ્યોગ મંત્રાલયમાં મોકલી દેવામાં આવ્યા છે.

રાજ્યમંત્રી બનાવાયેલા કર્ણાટકનાં સાંસદ જીએમ સિદ્ધેશ્વરાએ પણ પોતાનાં પદપરથી રાજીનામું આપી દીધું હતું. ગત્ત અઠવાડીયે મંગળવારે કેબિનેટમાં ફેરફારમાં જે છ મંત્રીઓનાં રાજીનામાં પડવાનાં હતા તેમાં સિદ્ધેશ્વરાનું નામ પણ હતું. પાંચ મંત્રીઓએ તે દિવસે જ રાજીનામાં આપીદીધા હતા. પરંતુ તે દિવસે સિદ્ધેશ્વરાનો જન્મદિવસ હતો. પોતાનાં સંસદીય વિસ્તારમાં તેમણે એક ઘણી મોટી રેલી કરી હતી. તેનાં માટે તેમણે રાજીનામું આપવા માટે હાઇકમાન્ડ પાસે થોડો સમય માંગ્યો હતો.

કેન્દ્રીય મંત્રી નઝમા હેપતુલ્લાએ પોતાનાં મંત્રીપદપરથી રાજીનામું આપી દીધું છે. તે લધુમતી મુદ્દાનાં મંત્રી હતા. તેનાં રાજીનામા બાદ મુખ્તાર અબ્બાસ નકવીને લધુમતી મંત્રાલયનો સ્વતંત્ર પ્રભાર સોંપવામાં આવશે. તે ઉપરાંત જીએમ સિદ્ધેશ્વરે પણ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. આ બંન્નેનું રાજીનામું રાષ્ટ્રપતિએ મંજુર કરી લીધુ છે.

ઉલ્લેખનીય છેકે હાલમાંજ થયેલા મોદી કેબિનેટનાં વિસ્તાર દરમિયાન પણ હેપતુલ્લાની વધી રહેલી ઉંમરનાં કારણે મંત્રીપદથી હટાવ્યાનાં સમાચારો આવી રહ્યા હતા. જો કે ત્યારે એવું નહોતું થયું. બાબુલ સુપ્રિયોને શહેરી વિકાસ મંત્રાલય અને આવાસ અને શહેરી ગરીબી શમન મંત્રાલયનાં રાજ્યમંત્રી પદપરથી રિલિવ કરવામાં આવશે. સુપ્રિયો રાજ્યમંત્રી ઉદ્યોગ અને જાહેર ઉદ્યમ મંત્રાલયનું પદભાર સંભાળશે.

You might also like