20 જુલાઇએ દેશને મળશે નવા રાષ્ટ્રપતિ : ચૂંટણીની તારીખ જાહેર

નવી દિલ્હી: દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી મુદ્દે તડઝોડ ચાલુ થઇ ચુકી છે. ચૂંટણી પંચે બુધવારે સાંજે 5 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે 14 જૂને રાષ્ટ્રપતિ ચૂંટણીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. 28 જૂને ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ છે. જ્યારેઉમેદવારી પાછી ખેંચવા માટેની અંતિમ તારીખ 1 જુલાઇ છે. બીજી તરફ ચૂંટણી પંચના અઅધ્યક્ષ નસીમ જૈદીએ જણાવ્યું કે 17 જુલાઇ સોમવારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન થશે. જ્યારે 20 જુલાઇએ રાષ્ટ્રને પોતાનાં નવા રાષ્ટ્રપતિ મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કાર્યકાળ 24 જુલાઇ 2017એ પુરો થઇ રહ્યો છે. આવતા મહિને દેશનાં 14માં રાષ્ટ્રપતિ ચૂંટવામાં આવશે. વિપક્ષી દળોમાં અત્યાર સુધી રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવારોનાં મુદ્દે સામાન્ય સંમતી બની શકી નથી. જ્યારે સરકાર પણ પોતાની પાર્ટી અને સહયોગી દળોની સાથે રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવારનાં મુદ્દે સામાન્ય સંમતી બનાવવા મથી રહી છે.

હાલ રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર માટે પાર્ટીઓમાં મંથન ચાલી રહ્યું છે, ત્યારે તે જાણવુ ખુબ જ જરૂરી બની જાય છે કે આપણા દેશમાં ચૂંટણી પ્રક્રિયા કઇ રીતની હોય છે. ચૂંટણી અપ્રત્યક્ષ રીતે પસંદગી થાય છે. જનતાના ચૂંટેલા પ્રતિનિધિઓ રાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે.

17 જુલાઇએ રાષ્ટ્રપતિની ચૂંટણી હાથ ધરવામાં આવશે. 20 જુલાઇનાં દિવસે મતગણતરી કરવામાં આવશે.દેશમાં રાષ્ટ્રપતિ ચુંટણીનો શંખનાદ થવાની તૈયારીમાં છે. ચૂંટણીપંચે બુધવારે સાંજે 5 વાગ્યે રાષ્ટ્રપતિ ચૂંટણીનું એલાન કરશે. ચૂંટણીપંચ સાંજે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાની જાણકારી આપશે.

ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કાર્યકાળ 25 જૂલાઇ 2017ના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. આજ મહીનામાં દેશના 14માં રાષ્ટ્રપતિને નિમવામાં આવશે. વિપક્ષી દળોમાં રાષ્ટ્રપતિ પદને લઇ કોઇ ઉમેદવારને લઇ સહમતિ બની શકી નથી, જ્યારે સરકાર પણ પોતાની પાર્ટી અને સહયોગી દળોની સાથે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને લઇ સહમતિ બનાવવામાં લાગી છે.

જેમકે રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવારોને લઇ પાર્ટીઓમાં ઉંડા વિચારો ચાલી રહ્યા છે. ત્યારે એ પણ જાણવું જરૂરી છે કે, આપણા દેશમાં રાષ્ટ્રપતિ ચૂંટણીની પ્રક્રિયા સરળ નથી. ચૂંટણી પરોક્ષ મતદાન દ્વારા થયા છે. જનતાની જગ્યાએ જનતા દ્વારા નિમાયેલા પ્રતિનિધિઓ રાષ્ટ્રપતિની પસંદગી કરે છે.

You might also like