કોણ બનશે રાષ્ટ્રપતિ? રામનાથ કોવિંદ કે મીરા કુમાર

નવી દિલ્હી : દેશને આજે નવા રાષ્ટ્રપતિ મળશે. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે 17 તારીકે મતદાન યોજાયું હતું. આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં નક્કી થઇ જશે કે દેશના નવા રાષ્ટ્રપતિ કોણ બનશે. રાષ્ટ્રપતિ પદ માટે એનડીએ તરફથી રામનાથ કોવિંદ જ્યારે વિપક્ષના ઉમેદવાર મીરા કુમાર બંનેમાંથી એકનું રાષ્ટ્રપતિ બનવાનું નક્કી છે. આંકડાની રમતને જોઇએ તો એનડીએના રામનાથકોવિંદની જીત પાક્કી જોવામાં આવી રહી છે.

દરેક રાજયોમાંથી મતના બેલેટ બોક્સ સંસદમાં સઘનસુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે 32 જગ્યાઓ પર મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં 29 રાજ્ય, દિલ્હી અને પોંડીચેરી સહિત કેન્દ્ર શાસિત પ્રદેશ અને સંસદ ભવનનો સમાવેશ થાય છે.

http://sambhaavnews.com/

You might also like