રાષ્ટ્રપતિ અને પીએમએ રાજઘાટ પર જઈને બાપુને શ્રદ્ધાંજલિ આપી

નવી દિલ્હીઃ દુનિયાને સત્ય અને અહિંસાનું અમોઘ શસ્ત્ર આપનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે ૬૯મી નિર્વાણતિથિ નિમિત્તે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર જઈને બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં.

આજે સવારે ૯.૪૫ કલાકે રાજઘાટ ખાતે બાપુને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ શરૂ થયો હતો. આ સાથે જ દેશભરમાં સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટનું મૌન પાળીને બાપુ અને દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મહાત્મા ગાંધીનું નિધન ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ દિલ્હીમાં થયું હતું.

ખાદી ગ્રામોદ્યોગે ગાંધીજીની ખાદીને પ્રોત્સાહન આપવાના મિશનને આગળ ધપાવવા એનડીએમસી સાથે મળીને કોનોટ પેલેસ ખાતે વિશાળકાય ચરખાની પ્રતિકૃતિ સ્થાપિત કરી છે. ખાદી સાથે સંકળાયેલી યાદો તાજી કરવા એક મ્યુઝિયમ પણ કરાવવામાં આવ્યું છે. આ મ્યુઝિયમમાં ૧૦૦ જેટલા ચરખા પણ રાખવામાં આવશે.

http://sambhaavnews.com/

You might also like