ભાઈએ પીએસઆઈ ભાઈને સાચવવા આપેલા પાંચ લાખના દાગીના ગુમ!

અમદાવાદ: ગાંધીનગર જિલ્લામાં રહેતા એક વૃદ્ધે મુસીબતના સમય પર તેના પીએસઆઇ ભાઇને સાચવવા માટે આપેલા પાંચ લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના એકાએક ગુમ કરી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કૃષ્ણનગર પોલીસે એક જ પરિવારના ત્રણ સભ્ય વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે દાગીના ગુમ કરી દેનાર વ્યકિત મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ સબઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે. બે વર્ષ પહેલાં મોટાભાઇએ રૂ.પાંચ લાખના દાગીના સાચવવા માટે તેમને આપ્યા હતા.

ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે આવેલ હીરાવાડી સોસાયટીમાં રહેતા ૬૭ વર્ષીય મંગળભાઇ કા‌િળદાસ ચૌહાણે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ, તેની પત્ની અને પુત્ર વિરુદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે મંગળભાઇ તેમની ચાર પુત્રી તથા ત્રણ પુત્ર સાથે રહે છે. મંગળભાઇનો પુત્ર અલ્પેશ તેની જ સોસાયટીમાં રહેતી હ‌િર્ષદા ઠાકોર નામની યુવતીને પ્રેમ કરતો હતો. બન્ને જણાએ શહેરની કોર્ટમાં પ્રેમલગ્ન કરી લીધાં હતાં.

ચાર-પાંચ દિવસ પછી અલ્પેશ તથા હ‌િર્ષદાએ લગ્ન કરી લીધાં હોવાની જાણ બન્નેનાં પરિવારજનોને થતાં મામલો બીચક્યો હતો, જેના કારણે મંગળભાઇનો પરિવાર સગાં-સંબંધીઓના ઘરે રહેવા જતાે રહ્યાે હતાે. તેમનો નાનો ભાઇ દશરથ કા‌િળદાસ ચૌહાણ (રહે. હ‌િરધામ સોસાયટી, બાપાસીતારામ ચોક, કૃષ્ણનગર) જે પીએસઆઇ તરીકે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેમને તા.ર૧-૧ર-ર૦૧૪ના રોજ પાંચ લાખના સોના-ચાંદીના દાગીના તથા રૂ.૪પ,૦૦૦ની બેન્કની એફડી તથા અગત્યના દસ્તાવેજો સાચવવા માટે આપ્યા હતા. તે સમયે તેમની પુત્રી અને પીએસઆઇનાં પત્ની હાજર હતાં.પીએસઆઇના મકાનમાં ફર્સ્ટ ફલોર પર એક સ્ટીલના ડબ્બામાં દાગીના મૂકીને પેટીને તાળું મારીને દીધું હતું.

મંગળભાઇની પુત્રી ભારતીનાં લગ્ન હોવાથી તા.ર-ર-ર૦૧૬ના રોજ બપોરના દોઢ વાગ્યાની આસપાસ દાગીના લેવા જતાં પેટીની અંદર મૂકેલો દાગીનાનો ડબ્બો ગાયબ હતો. અવારનવાર દાગીના બાબતે મંગળભાઇએ તેમના ભાઇને કહેતાં દાગીના નહીં આપીએ તેવી ધમકી આપી હતી. ઓક્ટોબર મહિનામાં તેમનાં સગાં-સંબંધીઓની મિટિંગમાં દાગીના પેટે પાંચ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. પીએસઆઇએ દાગીના કે રૂપિયા નહીં આપતાં ભાઇએ છેતરપિંડીની ફરિયાદ કરી છે.

http://sambhaavnews.com/

You might also like