એસિડ એટેક્સ વખતે ત્વચાને પ્રોટેક્ટ કરે એવો મેકઅપ થાય છે તૈયાર

બ્રિટનના ડો.એલ્મસ અહમદ નામના ડોકટરે એસિડ પ્રૂફ કમ્પાઉન્ડ શોધ્યું છે, જે મેકઅપ તરીકે વાપરવાથી એસિડ એટેક વખતે પ્રોટેકશન મળી શકે છે. ડો.એલ્મસે લગભગ એક દાયકાથી પ્રયોગ કરીને આ ખાસ કમ્પાઉન્ડ શોધ્યું છે, જે એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા નથી કરતું.

કોઇ પણ જલદ તત્ત્વ સાથે આ કેમિકલ રાસાયણિક પ્રક્રિયા ન કરતું હોવાથી એ ત્વચા પર પ્રોટેક્ટિવ લેયર જેવી અસર પેદા કરી શકે છે. માત્ર ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ એસિડ એટેકના વધતા જતા બનાવના પગલે આ શોધ ભવિષ્ય માટે ખૂબ જ આશાજનક છે.

ડો.એલ્મસે શોધેલું કેમિકલ મેકઅપના ફોર્મમાં ત્વચા પર લગાવી શકાય છે, જે લિક્વિડ પ્રૂફ હોવા ઉપરાંત ૪૦૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન પણ ખમી શકે છે.

You might also like