સરકારી નોકરી મેળવવા માટે આ રીતે તૈયાર કરો ગણિત

દરેક લોકો માટે ગણિતનો વિષય એક પડકાર હોય છે. જો તમે પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તો ગણિત તમારે કરવું જ પડશે. તમને પણ આ વિષયમાં પરેશાની થાય છે તો એક્સપર્ટના બતાવેલી આ રીતે ગણિતની સમસ્યાનો ઉકેલ લાવશે.

કોઇ પણ પ્રતિયોગી પરીક્ષામાં ન્યૂમેરિકલના પ્રશ્નો જરૂરથી પૂછવામાં આવે છે. આ પ્રશ્નો મોટાભાગે 10માં ધોરણના સિલેબસ સુધી જ પૂછવામાં આવે છે. એટલા માટે 10માં ધોરણની ચોપડીમાંથી ગણિત સારી રીતે ભણો. તેનાથી આગળનું ભણવાનું સરળ થઇ જશે.

કોચિંગ કરતાં પહેલા તમે બેસિક ગણિતની ચોપડી જરૂરથી કરો. તેનાથી તમારો પાયો મજબૂત થશે. સાથે જો તમે પરીક્ષઆ હોલમાં કોઇક ટ્રિક ભૂલી જાવ છો તો તમે બેસિક પ્રોસેસથી તમે સમસ્યાનો ઉકેલ લાવી શકો છો. એવી ઘણી બધી બુક ઓનલાઇન અને ઓફલાઇન ઉપલબ્ધ છે. આરકે અગ્રવાલ, એસડી યાદવ, અરિહંત જેવી પુસ્તકો તમે ખરીદી શકો છો.

ગણિતમાં દરેક પ્રશ્ન માટે ટ્રિકનો ઉપયોગ થઇ શકતો નથી. કેલક્યુલેશન અને ખાસ કરીને પ્રશ્નો માટે તમે ટ્રિકસ યૂઝ કરી શકો છો. આ ટ્રિક્સ કોચિંગમાં સારી રીતે કહેવામાં આવે છે. પરંતુ કોચિંગના સિલેક્શનમાં એ ધ્યાનમાં રાખો કે ટીચર કેવી રીતે ભણાવી રહ્યા છે. જો તમને ગણિતમાં કોઇ સમસ્યા થાય છે તો તે તમને એકસ્ટ્રા ટાઇમ આપી શકશે.

You might also like