વરસાદની સીઝનમાં બનાવો કંદ બટેટાના પકોડા

તૈયારીનો સમય: ૧૦

મિનિટ બનાવવાનો સમય: ૨૦ મિનિટ

સામગ્રી ( 2 વ્યક્તિ)

૧ કપ અર્ધ ઉકાળીને ખમણેલું કંદ
૧ કપ કાચા બટાટા , છોલીને ખમણેલા
૧ ટેબલસ્પૂન આરારૂટનો લોટ
૨ ટીસ્પૂન શેકેલી મગફળીનો પાવડર
૨ ટીસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
સિંધવ મીઠું , સ્વાદાનુસાર
તેલ , તળવા માટે

પીરસવા માટે: લીલી ચટણી

બનાવવાની રીત:
એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, સારી રીતે મિક્સ કરી લો.
હવે એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં એક ચમચા જેટલું મિશ્રણ નાંખતા જઇ પકોડાને મધ્યમ તાપ પર દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. પકોડાને તળતી વખતે તેલમાં ડૂબાડયા પછી વારે ઘડીએ ન હલાવો. નહીંતર પકોડા તેલમાં છૂટી જશે. પછી ટીશ્યુ પેપર પર કાઢી સૂકા થવા મૂકો.
તો તૈયાર છે કંદ-આલૂ પકોડા.લીલી ચટણી સાથે ગરમાગરમ જ પીરસો.

You might also like