ગ્લોઇંગ સ્કિન માટે ઘર પર જ તૈયાર કરો આસાન બ્યૂટી માસ્ક….

ઘણી વખત દિવસભર કામ કરી થાક લાગતા ચહેરા પર જોવા મળે છે જેમાં ચહેરા ઢીલો-ઢીલો તેમજ બિમાર જોવા મળે છે. અહીં માત્ર એ સ્ત્રીઓની જ વાત કરવામાં નથી આવતી જે ઓફિસ જાય છે કે કોલેજ જાય છે.

અહીં દિવસભરમાં ઘરે કામ કરતી સ્ત્રી જે પોતાની સ્કીનને સંભાળ રાખતી નથી. ચહેરાની સાર-સંભાળ નહી રાખવાથી દિવસભરની થકાવટ ચહેરા પર જોવા મળતી હોય છે. આવામાં ચહેરાને આમને આમ ના છોડી દો તેના પર બ્યૂટી માસ્કનો ઉપયોગ કરો.

એ સાચી વાત છે કે દરેક સ્ત્રી રોજ બ્યૂટી પાર્લરમાં જઇ શકતી નથી. તો જાણો ઘરમાં કેવી રીતે બ્યૂટી માસ્ક બનાવી ચહેરા પર લગાવી ગ્લોઇંગ શાઇન મેળવી શકો છો. તો ઘરે ગ્લોઇંગ સ્કિન મેળવવા માટે ઘરમાં આવી રીતે તૈયાર કરો બ્યૂટી માસ્ક.

  • એક ચમચી દહીં, એક ચમચી ચણાનો લોટ
  • આ બંને વસ્તુઓને એક વાટકીમાં લઇને સારી રીતે મિક્સ કરો
  • પછી ફેશિયલ માસ્ક બ્રશથી આ પેસ્ટને ચહેરા પર લગાવો.
  • પછી આ માસ્કને ચહેરા પર ઓછામાં ઓછું 15 મિનીટ રાખો.
  • જ્યારે ચહેરા પરનું બ્યૂટી માસ્ક સુકું થઇ જાય તો તેને હુફાળા ગરમ પાણીથી ધોઇ નાંખો. જેનાથી ચહેરા પર તરત ગ્લો આવી જશે.
You might also like