પાકિસ્તાન વિરુદ્ધ મોટા એક્શનની તૈયારીઃ ચાર મોટા દેશોને જાણ કરી

(એજન્સી) નવી દિલ્હી: પુલવામા હુમલા બાદ પાકિસ્તાનને સબક શીખવવા માટે એક મોટા એક્શનની સંપૂર્ણ તૈયારી ભારતે કરી લીધી છે. સરકારે સરહદ પાર પાકિસ્તાનને પાઠ ભણાવવાનો ‌નિર્ણય લઇ લીધો છે, પરંતુ તેનું ટાઇમ ટેબલ સિક્રેટ છે. આ એક્શન ક્યારે લેવાશે તેની જાણકારી ટોપ સિક્રેટ છે.

ઉલ્લેખનીય છે કે આ જાણકારી બધા સાથે શેર કરી શકાય તેમ નથી. આ અંગે અમેરિકા, રશિયા, બ્રિટન અને ફ્રાન્સ સહિત ઘણા દેશોના નેશનલ સિક્યોરિટીઝ એડવાઇઝર્સને વિશ્વાસમાં લેવાયા છે. અજિત ડોભાલે બ્રિટનના એનએસએ માર્ક ટેડવીલ સાથે વાત કરી અને તેમને પાકિસ્તાન વિરુદ્ધ ભારતના એક્શન પ્લાનની જાણકારી આપી.

ભારતે સ્પષ્ટ કર્યું છે કે હવે વાતચીતનો સમય પૂરો થઇ ચૂક્યો છે અને ભારતે પોતાના બચાવમાં સખત કાર્યવાહી કરવી જ પડશે. ગઇ કાલે અજિત ડોભાલે રશિયાના સિનિયર મોસ્ટ ડેપ્યુટી એનએસએ સાથે મુલાકાત કરી હતી. રશિયામાં સિક્યોરિટી એડ્વાઇઝર્સની ટીમના ચેરમેન પ્રેસિડેન્ટ વ્લાદીમીર પુ‌િતન છે. ડેપ્યુટી એનએસએ આજે મોસ્કો પરત ફર્યા અને પ્રેસિડેન્ટ પુ‌િતનને આ અંગે બ્રિફ કર્યા.

અજિત ડોભાલે અમેરિકાના એનએસએને પણ ભારતના ઇરાદાની જાણકારી આપી છે. ફ્રાન્સના એનએસએને પણ પુલવામા એટેક બાદ બનેલી પરિ‌સ્થિતિ અને ત્યાર બાદ ભારતના એક્શન પ્લાન અંગે અજિત ડોભાલને બ્રિફ કરાયા છે. ડિપ્લોમસીની ભાષામાં તેને ગ્લોબલ સેક્શન ફોર એક્શન કહેવાય છે. આ પરિસ્થિતિમાં જો ભારતની ફોજ કોઇ એકશન લે છે તો આ તમામ દેશો તેના એક્શનનો વિરોધ નહીં કરે.

You might also like