પ્રેમચંદનગરના ગોગા મહારાજનું મંદિર

ગોગા મહારાજ એટલે નાગદેવતા, અને નાગદેવતાની જાતિ સમસ્ત પૃથ્વી પર વસેલી છે, જે શેષનાગથી પણ ઓળખાય છે.સમસ્ત સૃષ્ટિમાં નાગ વસે છે પરંતુ અપણા ભારત વર્ષમાં નાગ દેવતાને દિવ્ય ગણી તેમનું પૂજન કરાય છે. સામાન્ય રીતે નાગનું આયુષ્ય ૫૦ વર્ષ સુધીનું હોય છે પરંતુ ૧૦૦૦ વર્ષના નાગ ઇચ્છાધારી હોઇ ગમે તે સ્વરૂપ લઇ શકે છે આવો આપણે અહીં એક દિવ્ય નાગ મંદિરની કથા બોડકદેવ વિસ્તારમાં આવેલા નાગ મંદિરની જોઇએ.
બોડકદેવની અંદર પ્રેમચંદનગર સોસાયટી આવેલી છે. જે સોસાયટીની અંદર જૈન દેરાસર તથા પ્રેમનાથ મહાદેવ અને આ બંનેની વચ્ચે ગોગા મહારાજ (નાગદેવતા)નું મંદિર આવેલ છે. આ ત્રણેય મંદિરની સ્થાપના શ્રી રજનીકાંતભાઇ શાહે કરાવેલ છે. જેની કહાણી એવી છે કે વર્ષો પહેલાં જ્યારે આ સોસાયટીના બાંધકામની શરૂઆત થઇ ત્યારે આ જમીન ઉપર એક જૂનો કૂવો હતો. આ કૂવાની પડખે જાંબુનું ઝાડ તથા એક ઉમરાનું ઝાડ આવેલ હતું. એ કૂવાની જોડે એક દિવ્ય નાગદેવતાનો રાફડો હતો. આ સોસાયટીની અંદર સોસાયટીના બિલ્ડરે એટલે કે રજનીકાંતે રખેવાળી માટે રબારી લાલજીભાઇને મૂકેલ હતા ત્યારે લાલજીભાઇ સાતથી આઠ ભેંસો રાખતા હતા. તો આ ભેંસોને રાત્રે ચરાવવા લાલજીભાઇના પિતા ભેંસો ચારતા ચારતા જ્યારે તે રાત્રે બેઠા હોય ત્યારે અચાનક દૂર આંખો અંજાઇ જાય તેવું અજવાળું થતું અને આ જોઇને જ્યારે ચુંડાભાઇ અજવાળા તરફ જતા અને જ્યારે અજવાળા નજીક પહોંચવા જાય ત્યારે અચાનક ક્યાંકથી તરત જ નાગદેવતા આવતા ને એ અજવાળું લઇ જતા. આવું ઘણી વખત બનેલું. પછી જ્યારે આ જગ્યા ઉપર દોઢ મહિનો જૈનોના ઉપાધાન રજનીકાંતભાઇએ રાખેલ ત્યારે જે કૂવાની જોડે ઉમરાનું ઝાડ હતું એની બખોલમાં સળંગ એક અઠવાડિયું નાગદેવતા રહેલા. આ જોઇને રજનીકાંતભાઇ બિલ્ડરનાં પત્ની લલિતાબાએ એમને બે હાથ જોડીને કહેલ કે હવે નાગદેવતા જતા રહો. હું આ જગ્યા પર ગમે ત્યારે તમારું સ્થાનક બનાવડાવીશ. પણ પછી એવું બન્યું કે લલિતાબાથી આ વાત ભુલાઇ ગઇ અને નાગદાદાએ એમના પરચા ચાલુ કરી દીધા. સોસાયટીની અંદર પાણીનો ટ્યૂબવેલ આવેલ છે.
જે સળંગ ચાર મહિના સુધી ગમે તે રીતે બંધ થઇ જાય. જો નવો કેબલ નાખે તો એ ફાટી જાય. કેબલ ના ફાટે તો મોટર પડી જાય. પછી જે વાત અગાઉ લલિતાબા બોલેલાં તે જ વાત અચાનક ટ્યૂબવેલ ઓપરેટર એટલે કે રબારી લાલજીભાઇના છોકરાને કાનજીભાઇને યાદ આવી અને એમણે આ વાત સોસાયટીની અંદર રહેતા સોસાયટીના સભ્ય ભરતભાઇ પટેલને જણાવેલ. એમને લલિતાબાની અગાઉની વાત જણાવી. પછી ભરતભાઇએ એવું કહેલ કે જો કાનજીભાઇ આ વાત તમારી સાચી હોય તો આ સોસાયટીના ટ્યૂબવેલના કારણે આખી સોસાયટી હેરાન થાય છે. જો આ જ વાત હોય તો આ ટ્યૂબવેલ બગડતો બંધ થઇ જાય. ત્યાર પછી આ ટ્યૂબવેલ સળંગ ચાર વર્ષ સુધી કમ્પલિટ ચાલેલો. પછી આ નાગદેવ મંદિરની સ્થાપના અષાઢ સુદ પાંચમને સોમવાર, તા. ૦૭.૦૮.૨૦૦૮માં કરાવડાવી. આ સ્થાપના રજનીકાંતભાઇ અને સોસાયટીના બધા સભ્યો સાથે રહીને
કરાવી. ત્યાર પછી જ આ નાગદેવતા કાને આવેલ અને ભુવાજી તરીકે કાનજીભાઇને સ્થાપેલા અને અત્યારે ત્યાંની એટલે કે નાગદેવતાની સેવા પૂજા અને આરતી કાનજીભાઇ કરે છે.•

You might also like